દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા 4 પોલીસ કર્મીઓનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થયા બાદ આ ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વાઇરલ વીડિયોની જમણી બાજુએ નીચે બેઠેલા આરોપીનો ઓડિયો પણ વાઇરલ થયો હતો. ઓડિયોમાં જુગાર રમતા પોલીસના નામો આપી રહ્યા છે.
આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, આરોપીઓ પાસેથી જુગારના ઝડપાયેલા પૈસાથી જ પોલીસ જુગાર રમી રહ્યા છે.