ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: આજે પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે - 66kg Drugs

બુધવારના રોજ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાંથી પકડાયેલા 66 કિલોગ્રામ (66kg Drugs) ડ્રગ્સના કેસમાં સલાયાના 2 આરોપીઓ અલી અને સલીમકારાના નિવાસસ્થાનો પર પોલીસે વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે મોડીરાત સુધી ચાલ્યું હતું. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આજે ગુરૂવારે ત્રણેય આરોપીઓને પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માગણી કરશે.

Drugs case
Drugs case

By

Published : Nov 11, 2021, 11:50 AM IST

  • દેવભૂમિ દ્વારકામાંથી પકડાયેલા 66 કિલોગ્રામ ડ્રગ્સનો મામલો
  • સલાયાના 2 આરોપીઓને ત્યાં સર્ચ ઓપરેશન મોડીરાત સુધી ચાલ્યું
  • આજે પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવશે

દેવભૂમિ દ્વારકા: બુધવારના રોજ દ્વારકા SOG તેમજ ગુજરાત ATS દ્વારા દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ના ખંભાળિયા હાઈવે પરથી 17.651 કિલોગ્રામ ડ્રગ્સ (Drugs) ના જથ્થા સાથે મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની સઘન પૂછપરછમાં સલાયાના 2 શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસ દ્વારા તેમના ઘરે દરોડા પાડીને વધુ 46 કિલોગ્રામ ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. કુલ 66 કિલોગ્રામ ડ્રગ્સ (66kg Drugs) સાથે પકડાયેલા 3 આરોપીઓને આજે ગુરુવારે કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તાજવીજ હાથ ધરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: આજે પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે

આ પણ વાંચો: પાકિસ્તાનથી ચાલતો હતો ડ્રગ્સનો વેપલો! દ્વારકાના ખંભાળિયાથી મુંબઈ સુધી તપાસના તાર

શું હતી સમગ્ર ઘટના ?

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ખંભાળિયા હાઈવે પર આવેલા આરાધના ધામ પાસેથી એક શખ્સ ગાડીમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈને જવાનો હોવાની બાતમી મળતા દ્વારકા SOG અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન પાર પાડીને મહારાષ્ટ્રના સજ્જાદ બાબુ ઘોસીને 17.651 કિલોગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારબાદ તેની સઘન પૂછપરછ કરતા સલાયાના અલી અને સલીમ કારાની સંડોવણી બહાર આવતા પોલીસે વહેલી સવારથી તેમના નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વધુ 46 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાતા કુલ આંકડો 66 કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: War Against Drugs: ગુજરાતમાંથી 5 મહિનામાં અંદાજિત 24,800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

છેલ્લા 3 દિવસમાં સુરત અને અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોલીસની સતર્કતાથી હાલ ડ્રગ્સ (Drugs) માફિયાઓનો ધંધો મુશ્કેલ બન્યો છે. રાજ્યમાં એક બાદ એક રેકેટ પકડાતા નશાખોરોની હાલત ખરાબ થઈ છે. આ સાથે જ ભારતમાં નશીલા પદાર્થો વેચવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં સુરત અને અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આજે 16 કિલો હેરોઈન સાથે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો દ્વારકાથી ઝડપાયો છે.

ABOUT THE AUTHOR

...view details