- નશામાં ધૂત પોલીસે 2 સગીર વયના બાળકો સાથે કરી મારઝૂડ
- જિલ્લા SPને યોગ્ય કાર્યવાહી કરવાનો રાજ્ય પોલીસ મહાનિર્દેશકની કચેરીનો નિર્દેશ
- જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટી પણ મેદાનમાં આવી
દ્વારકા: દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhalia)માં નશામાં ધૂત પોલીસ કર્મચારી (Police Personnel)એ સગીર બાળકો પર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ ફરિયાદ કરી છે. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્ર જાગ્યું હતું. તો રાજ્ય પોલીસ મહાનિર્દેશકની કચેરી (Office of the Director General of Police) દ્વારા દ્વારકા જિલ્લા SPને યોગ્ય કાર્યવાહી કરવા પત્ર કરાયો હતો. તો બીજી તરફ સગીર બાળકોને ન્યાય અપાવવા દ્વારકા જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટી પણ મેદાનમાં આવી હતી.
સગીર પર હુમલો કરવાને લઇને ગુનો નોંધવામાં આવ્યો
દબાણ વધતા આખરે ખંભાળિયા પોલીસ દ્વારા નિર્દોષ સગીર પર હુમલો કરનારા આરોપી પોલીસ કર્મચારી હસમુખ પારધી સહિત અન્ય એક આરોપી દિપક નંદાણીયા વિરુદ્ધ IPCની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.