દેવભૂમિ દ્વારકા : ખંભાળિયા શહેરના જાણીતા નગર ગેટ સવારના સમયે લોકોથી (Accident Case in Khambhaliya) ખૂબ જ ભરચક હોય છે. આ માર્ગ પર ખૂબ જ સ્પીડમાં આવી રહેલી એક કારે પોલીસ વાહન સહિત આસપાસની દુકાનોને હડફેટે લીધી હતી.
ખંભાળિયા પોલીસ સ્ટેશન સામે ફિલ્મી ઢબે અકસ્માત થયો આ પણ વાંચો :Car and container accident: સુરત નજીક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત બાદ લાગેલી આગમાં બે લોકો ભડથું
કારમાં સવાર લોકો નશામાં ધૂત
નજરે જોનારાઓનો આક્ષેપ કરે છે કે, કાર ચાલક સહિત કારમાં સવાર તમામ નશામાં ધૂત હતા. તેમજ નશામાં ધુત હોવાના કારણે કાર (Car Accident in Khambhaliya) ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ રીતે બેફામ દોડાવતા વાહનો પર આકરા પગલાં લેવા લોકો પોલીસ પાસે માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો :Robbery in Ahmedabad: અકસ્માત કેમ કર્યો? કહી લૂંટારુઓ વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગ લૂંટી છૂમંતર
ભાજપ નેતાના અંગત
કારમાં સવાર નબીરાઓ ખંભાળિયા ભાજપના મોટા નેતાઓના અંગત હોવાનું માલુમ પડ્યું છે. જેથી પોલીસ (Khambhaliya Police Accident Case) દ્વારા તમામ નબીરાઓએ દારૂ પીધો છે કે શું? તે અંગે ટેસ્ટ કર્યા કે શું? તે રહસ્ય રહ્યું છે.