ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona positive Cases Dwarka : દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી કોરોના પોઝિટિવ

રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું ત્યારે દ્રારકાના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ સામે (Corona positive Cases Dwarka) આવ્યો છે. સુનિલ જોશીએ જણાવ્યું કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવી લેવો.

Corona positive Cases Dwarka : દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી કોરોના પોઝીટીવ
Corona positive Cases Dwarka : દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી કોરોના પોઝીટીવ

By

Published : Jan 17, 2022, 11:33 AM IST

દેવભુમિ દ્રારકા : કોરોનાના વધતા કેસોને કારણે દ્વારકા અને બેટ દ્રારકા મંદિરઓને બંધ (Dwarka Temple) કરવાની ફરજ પડી છે. કોરોનાએ ઘણા સરકારી ઓફીસરોને પોતાના સિકંજામાં લઇ લીધા છે. ત્યારે દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનિલ જોશી પણ કોરોના (Corona positive Cases Dwarka) સંક્રમિત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે કામ કરતા અન્ય કર્મચારીને પણ સાવચેતી રાખવા સુનિલ જોશીએ જણાવ્યું છે.

સંપર્કમાં આવેલા લોકો કોરોના ટેસ્ટ કરાવી લેવાઃ જોશી

સુનીલ જોશીએ (Dwarka Police Chief Sunil Joshi) જણાવ્યું કે, સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લેવા જેથી તે અને તેમના પરિવારજનોને કોઈ પણ જાતની મુશ્કેલી ના વેઠવી પડે.

કેટલાક કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં

કેટલાક નીચલા વર્ગના કર્મચારી કોરોનાની (Government Employees Corona Positive) ઝપેટમાં આવી ચૂક્યા છે. કારણ કે તેઓને પ્રજાની સાથે રોજ મળવાનું અને તેમની સાથે રહવાનું હોઈ છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. તેમાં દ્વારકા જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસો સામે એસપી સુનિલ જોશીને કોરોના સંક્રમિત (Corona Cases Update) થયા છે. જો કો, સુનિલ જોશીને સામાન્ય લક્ષણો હોવાથી તેઓની હાલ તબિયત સ્થિર છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Corona In Surat: સુરતમાં છેલ્લા 7 જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ, આગામી 15 દિવસ જોખમી

આ પણ વાંચોઃ Corona cases in Gujarat :અંબાજી મંદિર બંધ કરાતા મંદિર પરીષરમાં સન્નાટો

ABOUT THE AUTHOR

...view details