ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી ઝબ્બે - Rape in dwarka

દ્વારકા: તાલુકાના મુળવાસર ગામમાં સગીરાનું અપહરણ કરી એક વર્ષમાં અનેકવાર આરોપીએ દુષ્કર્મ આર્ચયું હતું. આ ઘટના બાદ સગીરાને પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જેને લઇને દ્વારકા પોલીસને ફરિયાદ કરાતા પોલીસે આરોપીને ઝડપી અને મેડિકલ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Dwarka

By

Published : Sep 27, 2019, 7:10 PM IST

દ્વારકા તાલુકાના મુળવાસર ગામે 15 વર્ષની સગીરાને તેના જ ગામના એક યુવાને એક વર્ષમાં અનેકવાર દુષ્કર્મ આચરી અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધમકીથી સગીરાએ ડરના માર્યા પરિવારજનોને વાત કરી ન હતી. પરંતુ, સગીરાને પેટમાં દુખાવો થતાં પરિવારજનોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

દ્વારકામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી ઝબ્બે

આથી, પરિવારજનોએ દ્વારકા પોલીસમાં ફરિયાદ કરતા દ્વારકા પોલીસની સી.પી.આઇ.ની ટીમે આરોપીને પકડી પાડયો હતો અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવા મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details