દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લોકોને કોરોના વાઇરસ મહામારી અંગે જાગૃત કરવા અને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવવા પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા ગાંધીગીરી સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા ગાંધીગીરી સાથે માસ્ક વિતરણ - Corona virus awareness in devbhoomi dwarka
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા ગાંધીગીરી સાથે વાહનચાલકો અને રાહદારીઓને માસ્ક પહેરાવી કોરોના વાઇરસના સંક્રમણથી બચવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ખંભાળિયામાં પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા ગાંધીગીરી સાથે માસ્ક વિતરણ
આ દરમિયાન રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સવારથી જ પોલીસ અધિકારીઓ દ્વારા મુખ્ય માર્ગો પરથી પસાર થતા તમામ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમને જણાવવામાં આવ્યું હતું કે હવેની કાર્યવાહીમાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ લેવામાં આવશે.