દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયાના સોનલ માતાના મંદિર નજીક રહેતા સુનિલ વિરસિંગ પાડવીએ 25 મેંના રોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ કે, તેની પત્ની મીરાબહેન ઉંમર 30 અમે તેના બાજુમાં રહેતા તેના પિતરાઈભાઈ દશરથ ગુલિયાએ પૈસાની લેવડ દેવળ બાબતમાં ઝઘડો થતાં તેની પત્નીને મારકૂટ કરીને ગરમ પાણી માથે નાખીને મોતને ઘાટ ઉતારી છે.
દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયામાં મહિલાની હત્યા, ફરિયાદી પતિ નીકળ્યો હત્યારો - Devbhoomi Dwarka News
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મહિલાની હત્યા કરી પોલીસમાં ફરિયાદી નોંધાવી હતી. પરતું પોલીસ દ્વારા તપાસ કરતા ફરિયાદી પતિ જ હત્યારો નીકળ્યો હતો.
ખંભાળિયામાં મહિલાની હત્યા, ફરિયાદી પતિ નીકળ્યો હત્યારો
આ ઘટનાની તપાસ કરતા ખંભાળીયા પોલીસે મૃતદેહનો કબજો લઇને જામનગર પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસને શંકા જતા ઊંડાણ પૂર્વક તપાસ કરતા મૃતકનો પતિ અને ફરિયાદી સુનિલ પાડવીએ પોતાની પત્નીને માર મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. આથી આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.