દેવભૂમી દ્વારકાઃ જિલ્લામાં બે માસથી ફસાયેલા બિહારના યાત્રાળુઓ ગુરુવારે દ્વારકા થી પોરબંદર અને પોરબંદરથી બિહાર જવા રવાના થયા હતા. બીહારથી દ્વારકાધીશના દર્શન કરવા આવેલા આ યાત્રાળુઓ બે માસ થી અહીં ફસાયા હોવા છતાં, તેઓને લોકડાઉનને કારણે ભગવાન દ્વારકાધીશના દર્શન થયા નહોતા, જો કે બિહાર રવાના થાય તે પહેલા તંત્ર દ્વારા આ લોકોને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યાં હતા.
દેવભૂમી દ્વારકામાં બે માસથી ફસાયેલા બિહારના યાત્રાળુઓ વતન જવા રવાના, SDM એ કરાવ્યા દ્વારકાધીશના દર્શન - Pilgrims depart home
દેવભૂમી દ્વારકામાં બે માસથી ફસાયેલા બિહારના યાત્રાળુઓ ગુરુવારે દ્વારકા થી પોરબંદર અને પોરબંદરથી બિહાર જવા રવાના થયા હતા. બીહારથી દ્વારકાધીશના દર્શન કરવા આવેલા આ યાત્રાળુઓ બે માસ થી અહીં ફસાયા હોવા છતાં, તેઓને લોકડાઉનને કારણે ભગવાન દ્વારકાધીશના દર્શન થયા નહોતા, જો કે બિહાર રવાના થાય તે પહેલા તંત્ર દ્વારા આ લોકોને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યાં હતા.
સમગ્ર ભારતમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે તમામ રાજ્યોમાં આવન-ગમન બંધ હોવાથી અનેક લોકો જુદા જુદા રાજ્યોમાં ફસાઈ ગયા હતા. ત્યારે લોકડાઉન પહેલા બિહાર રાજ્યના અનેક યાત્રાળુઓ દ્વારકામાં ફસાયા હતા, જેથી ગુરૂવારે તેમને દ્વારકા થી પોરબંદર ST બસમાં અને ત્યાંથી બિહાર ટ્રેન માટે જવા રવાના કરાયા હતા. લોકડાઉનને કારણે દ્વારકાધીશનું મંદિર યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવતા અમુક યાત્રાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા જ નહોતા, જે થી તે લોકોને જિલ્લાના એસ.ડી.એમ. દ્વારા દર્શન કરાવી આપ્યા હતા. જિલ્લામાં ફસાયેલા બિહારના યાત્રીકો દ્વારકાઘીશના દર્શન કરી ધન્ય બન્યા હતા, તેમજ જતા પહેલા યાત્રિકોએ ગુજરાત પ્રશાસનના વખાણ કર્યા હતા અને કહ્યું કે ગુજરાતમાં કહી પણ તકલીફ પડી નથી, તેમજ જય ગુજરાત જય દ્વારકાઘીશના નારા લગાવ્યાં હતા.