ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રામાં, ખેડૂતોને વીજપૂરવઠામાં ધાંધિયા - dwaraka

દેવભૂમિ દ્વારકા: તાલુકાના 15થી 16 ગામમાં ખેડૂતોને પૂરતો વીજ પૂરવઠો ન મળતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખેડૂતોએ ઓખા PGVCL અધિકારીઓને રજૂઆત કરી છે કે, તેઓ ગામમાં આવીને તેમની સમસ્યાનું નિવારણ કરે.

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રા હોવાથી ખેડૂતો વીજપૂરવઠો ન મળતાં પરેશાન

By

Published : Jul 18, 2019, 6:32 AM IST

દ્વારકા તાલુકાના મોટા ભાગના ગામોમાં અપૂરતો અને અનિયમિત વીજ પુરવઠોની મળતો હોવાની ફરિયાદો સામે આવી છે. છેલ્લાં 4 વર્ષથી વરસાદ પૂરતા પ્રમાણમાં થયો ન હોવાથી મોટા ભાગની જમીન ભેજ અને ખારસ વાડી થઇ ગઇ છે. એટલે ખેડૂતોને સિંચાઇ માટે બોર અથવા કુવાનું પાણીનો ઉપયોગ કરીને પાકની વાવણી કરવી પડે છે. જેના માટે નિયમિત વીજ પુરવઠાની જરૂર રહે છે. પરંતુ PGVCની બેદરકારીના કારણે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી. જેથી તેમને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ત્યારે લબાડ વીજ તંત્ર ખેડૂતોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

દ્વારાકામાં PGVCL તંત્ર ઘોર નિંદ્રામાં, હોવાથી ખેડૂતોને વીજપૂરવઠાના ધાંધિયા

ખેડૂતોએ આ મુદ્દે વીજ તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે ખેડૂતો PGVCLના અધિકારીઓને જાતે આવી તેમની સમસ્યાનું નિરાકરણ કરી આપવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે તંત્ર અપૂરતા સ્ટાફનું રટણ કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે. એટલે રોષે ભરાયેલાં ખેડૂતોએ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details