દ્વારકાઃ સ્થાનિકએ જણાવ્યું કે, શહેર નગરપાલિકા દ્વારા સ્મશાનમાં પતરાનો શેડ એ રીતે બનાવવામાં આવ્યો છે કે, સ્મશાનમાં કરવામાં આવતા અગ્નિસંસ્કારની વિધિ દરમ્યાન ધુમાડો અને રાખ તેમના ઘરમાં આવે છે.
જેના કારણે તે લોકોના આરોગ્યને પણ જોખમ ઊભું થયું છે. સાથે-સાથે ફેફસા અને આંખોમાં તકલીફ પણ થાય છે.
યાત્રાધામ દ્વારકામાં સ્મશાન પાછળ રહેતા લોકોના ઘરમાં આવે છે અગ્નિસંસ્કારની રાખ
દ્વારકા નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહની પાછળ અનેક ધાર્મિક મંદિરો અને રહેણાક વિસ્તાર આવેલા છે. છેલ્લા કેટલાય સમયથી સ્મશાનમાં થતા અગ્નિસંસ્કારને કારણે રાખ ઉડીને અહીંના મંદિરો અને રહેણાક વિસ્તારમાં જતા લોકો તકલીફમાં મુકાયા છે.
યાત્રાધામ દ્વારકામાં હિન્દુ સ્મશાન પાછળ રહેતા લોકોને ઘરમાં આવે છે, અગ્નિ સંસ્કારની રાખ
આ સ્મશાનમાં રોજના 4થી 5 અથવા 7થી 8 મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. તેથી સ્થાનિક લોકોએ દ્વારકા નગરપાલિકાના પ્રાંત કચેરીને મૌખિક અને લેખિતમાં જાણ કરી હોવા છતાં સમસ્યાનું નિવારણ થતું નથી. સ્થાનિક લોકો આ સમસ્યાથી ત્રાસીને જન આંદોલન કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.