દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ હાહાકાર મચાવનારા કોરોના વાઈરસ સામે લડવા માટે ભારતના વડાપ્રધાને રવિવારે લોકોને જનતા કરફ્યૂની અપીલ કરી હતી. આ અપીલને સમગ્ર ભારત સહિત દ્વારકામાં પણ આવકારવામાં આવી હતી.
જનતા કરફ્યૂઃ દ્વારકાધીશના મુખ્ય મંદિર સામે થાળી વગાડીને સરકારી કર્મીઓને વધાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કરફ્યૂની અપીલને માન આપીને આખો દિવસ સજ્જડ બંધ રાખી સાંજે 5ના ટકોરે દ્વારકાના બાળકો અને વડીલોએ દ્વારકાધીશના મુખ્ય મંદિર સામે થાળી વગાડીને જનતા કરફ્યૂ દરમિયાન કામ કરતા કર્મચારીઓને વધાવ્યા હતા.
દ્વારકાધીશના મુખ્ય મંદિર સામે થાળી વગાડીને સરકારી કર્મીઓનું અભિવાદન
કોરોના વાઈરસના ફેલાવાને પગલે રવિવારના દિવસે જનતા દ્વારા કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. રવિવારે સાંજે 5 વાગે આ કરફ્યૂ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓનું અભિવાદન થાળી, તાળી તેમજ શંખ વગાડી લોકોએ કર્યું હતું. આ અભિવાદમાં દ્વારકા પણ પાછળ રહ્યું ન હતું. દ્વારકાના ગ્રામજનોની સાથે નાના બાળકો પણ થાળી ઢોલ અને શંખ સાથે કોરોના કમાન્ડોને વધાવ્યા હતા. લોકોએ પ્રાર્થના કરી હતી કે, આ ખતરનાક વાઈરસ જેમ બને તેમ ઝડપથી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય.
Last Updated : Mar 22, 2020, 8:50 PM IST