ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકોને આપવામાં આવેલા આરોગ્યલક્ષી યોજનાના કાર્ડ શોભાના ગાંઠિયા સમાન - Health facilities in Dwarka

સરકાર દ્વારા લોકોને આરોગ્ય લક્ષી કાર્ડની સુવિધા આપવામાં આવે છે. આ આરોગ્યની લક્ષી યોજના દ્વારા લોકોને રાહત દરે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આ આરોગ્ય યોજનાનો લાભ દ્વારકામાં લોકોને ન મળતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. Maa Vatsalya and Ayushyaman cards, Commissioner of Health Department Gujarat

લોકોને આપવામાં આવેલા આરોગ્ય લક્ષી યોજનાના કાર્ડ શોભાના ગાંઠિયા સમાન
લોકોને આપવામાં આવેલા આરોગ્ય લક્ષી યોજનાના કાર્ડ શોભાના ગાંઠિયા સમાન

By

Published : Aug 24, 2022, 4:09 PM IST

દેવભૂમી દ્વારકા ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના આરોગ્યલક્ષી કાર્ડ પ્રજાને (health scheme in Dwarka )આપવામાં આવે છે. ઘણી મોટી વાતો કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં આ કાર્ડનો ઉપયોગ કરી (Health facilities in Dwarka)લોકો મફત સારવાર લઈ શકશે. આ બધા વાયદાઓની સામે સત્ય હકીકત ગુજરાતના છેવાડા દ્વારકા જિલ્લામાંથી જોવા આવી હતી.

આરોગ્ય લક્ષી યોજનાનો લાભ

આરોગ્ય લક્ષી કાર્ડ ના ચાલતા દર્દીઓને હાલાકીડાયાલિસિસની સારવાર કરવા માટે આવતા લોકોને ખાનગી હોસ્પિટલ તો ઠીક સરકારી હોસ્પિટલમાં સરકાર દ્વારા આપવામાં આવેલા આરોગ્ય લક્ષી કાર્ડ ના ચાલતા ખૂબ હાલાકી ભોગવવી પડી (Maa Vatsalya and Ayushyaman cards)હતી. જેના કારણે અતિ મહત્વની ડાયાલિસિસની સારવાર માટે આવતા લોકો ખૂબ જ પરેશાન થયા હતા. આખરે થાકીને દ્વારકાના પ્રાંત અધિકારી સમક્ષ આવેદનપત્ર આપી ફરી આરોગ્ય લક્ષી કાર્ડની સેવા સહકારી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી તેવી માંગ કરી હતી.

આ પણ વાંચોસરકારે મંજૂરી આપતાં હવે રાજ્યની આ નગરપાલિકાઓમાં થઈ શકશે વિકાસના કામો

આરોગ્ય લક્ષી સહાય આપતા કાર્ડદ્વારકા જિલ્લામાં ફકત બે જ સ્થળ ખંભાળિયા સિવિલ હોસ્પિટલ તથા દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સારવાર આપવામાં આવે છે. દ્વારકા ખાતે આવેલ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં દ્વારકા તેમજ કલ્યાણપુર આસપાસના 80 થી વધુ ગામડાઓના લોકો સારવાર કરવા આવતા હોય ત્યારે હાલમાં ડાયાલિસિસ માટે 20 થી વધુ દર્દીઓ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને છેલ્લા પાંચથી છ માસથી વધુ સમયથી આરોગ્ય લક્ષી સહાય આપતા કાર્ડ મા અમૃતમ હોય કે વાત્સલ્ય કાર્ડ જે આયુષ્માન કાર્ડ હોય તેનો કોઈ જાતનો લાભ મળી નથી રહ્યો. જે અંગે સત્તાધીશોને પૂછવા જતાં ગોળ ગોળ જવાબ આપી એક બીજા અધિકારીઓ પર દોષનો પોટલો ઢોળતા જોવા મળ્યા હતા. આ બાબતે દ્વારકા હોસ્પિટલના અધિક્ષક તેમજ આર.એમ. ઓ કેમેરા સામે કશું બોલવા માંગતા ન હોય તેમ જણાવી રહ્યા હતા.

આ પણ વાંચોકેજરીવાલના મહોલ્લા ક્લિનિક સામે ગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે નવો પ્લાન તૈયાર

એક બીજા અધિકારીઓ પર દોષનો પોટલો ઢોળતા જોવા મળ્યાજિલ્લા આરોગ્ય અધિકારી પાસે આ પ્રશ્ન કરવામાં આવતા તેમને પણ રાજકોટ આરટીડીમાં આ બધી વિગતો આવે તેમ કહી બીજા અધિકારીના ખંભે દોષનો પાટલો ઢોળિયો હતો. અને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા. જ્યારે આ પ્રશ્ન સિવાય અન્ય બાબતે સરકારની જ્યાં વાહ વાહ કરવાની વાત હોય તેમાં કરોડો રૂપિયાનો સહાય આપે છે. આ કાર્ડ દ્વારા તેવી વાતો કરી પોતે પોતાની પીઠ થાબડતા પણ જોવા મળ્યા હતા ત્યારે આ રીતે બે ધારી નીતિ સામે ક્યાં સુધી પ્રજા પીસાતી રેહશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details