દેવભૂમિ દ્વારકાઃ ગત થોડા સમયથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં જંગલી પશુઓની અવર-જવર વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના મનુષ્ય પર હુમલાના બનાવો વધ્યા છે. જેથી વન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં 24 કલાકનું પેટ્રોલિંગ તેમજ પાંજરા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
દ્વારકાના રાણપુરમાં દીપડાએ દેખા દીધી, વન વિભાગે પાંજરે પૂર્યો
વન વિભાગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપુર વાડી વિસ્તારમાંથી દીપડોને પાંજરે પૂર્યો છે. આ દીપડો ગત થોડા દિવસોથી ગ્રામલોકોને દેખાતો હતો. જેથી વન વિભાગે તેને પાંજરે પૂર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપુર ગામમાં ગત થોડા દિવસથી દીપડો દેખા દેતો હતો. જેથી આ અંગે ગામના સરપંચે ભાણવડ રેન્જ ફોરેસ્ટ ઑફિસરને જાણ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ ઑફિસરે આ વિસ્તારમાં પેટ્રોલિંગની સાથે-સાથે પાંજરૂ પણ મૂક્યું હતું. જે પાંજરામાં શનિવારે રાત્રિના સમયે સાડા પાંચ વર્ષનો માદા દીપડો પૂરાયો હતો.
પકડાયેલો દીપકો માદા હોવાથી રેન્જ ફોરેસ્ટ ઑફિસરે જણાવ્યું કે, દીપડાને 2 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ ચેકઅપ કરી બરડા ડુંગર અથવા સાસણ ગીરના જંગલમાં છોડી મૂકવામાં આવશે.