ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાની મરીને ગુજરાતના દરિયાકાંઠે બોટ પર કર્યું ફાયરિંગ, ખલાસીનું થયું મૃત્યુ - પાકિસ્તાની મરીન

પાકિસ્તાની નૌસેના(pakistan marine)એ ગુજરાતના દરિયા કિનારે ઓખાથી ઓપરેટ થતી એક બોટ પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં એક ખલાસીનું મૃત્યુ થયું જ્યારે અન્ય એક ખલાસી ઘાયલ થયો છે. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પાકિસ્તાની મરીને ગુજરાતના દરિયા કિનારે બોટ પર કર્યું ફાયરિંગ
પાકિસ્તાની મરીને ગુજરાતના દરિયા કિનારે બોટ પર કર્યું ફાયરિંગ

By

Published : Nov 7, 2021, 4:46 PM IST

  • પાકિસ્તાન મરીનની નાપાક હરકત
  • ઓખાથી ઓપરેટ થતી બોટ પર કર્યું ફાયરિંગ
  • ફાયરિંગમાં એક ખલાસીનું થયું મૃત્યુ

ન્યૂઝ ડેસ્ક: પાકિસ્તાની નૌસેના(pakistan marine)એ ગુજરાતની જલપરી નામની બોટ કે જે ઓખાથી ઓપરેટ થતી હતી તેના પર ફાયરિંગ કર્યુ છે. આ ઘટનામાં એક ખલાસીનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક ખલાસી ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતીય જળસીમામાં હતી જલપરી

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન મરીને જ્યારે હુમલો કર્યો ત્યારે જલપરી નામની બોટ ભારતીય સીમામાં જ હતી. અગાઉ પણ માર્ચ મહિનામાં પાકિસ્તાનના 11 માછીમારોની ધરપકડ કરીને બે બોટ કબ્જે કરી ચુક્યું છે. જ્યારે ફેબ્રુઆરી માસમાં પણ પાકિસ્તાને 17 માછીમારોને જળસીમા ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ પકડી પાડ્યા હતાં જ્યારે 3 બોટ પણ કબ્જે કરી હતી.

આ પણ વાંચો:પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી રંગ, શ્રીનગર-શારજાહ ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાની કહી દીધી ના

આ પણ વાંચો:પાકિસ્તાનને રાજનાથ સિંહનો આકરો સંદેશ, જરૂર પડી તો સરહદ પાર જઇને આતંકવાદીઓ પર થશે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details