ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કસ્ટોડિલ ડેથ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પાત્ર પાઠવાયું - kutch rally

ખંભાળિયાના ગઢવી સમાજે મુદ્રામાં યુવકની કસ્ટોડિયલ ડેથના મુદ્દે રેલી યોજી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ સાથે કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરાઈ હતી.

કલેક્ટરને રજૂઆત
કલેક્ટરને રજૂઆત

By

Published : Jan 23, 2021, 11:53 AM IST

  • 35 વર્ષના ગઢવી યુવકનું કસ્ટોડિયલ મૃત્યુ
  • કોન્સ્ટેબલની તાત્કાલિક ધરપકડ કરવા માટે કરાઈ અરજી
  • સમાજના અગ્રણીઓએ કરી ન્યાયની માંગણી

દ્વારકા: કચ્છના મુદ્રામાં પોલીસે સમાઘોઘા ગામના ગઢવી યુવકને પૂછપરછ અર્થે બોલાવી મારમારતાં યુવકનું મોત નિપજ્યું હતું. ખંભાળીયા સહિત પંથકના ગઢવી સમાજ દ્વારા સોનલ ધામ ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર ઓફીસ પહોંચીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

કલેક્ટરને રજૂઆત

રેલી અને આક્રોશનું કારણ

કચ્છના મુદ્રામાં સમાઘોઘાના ગઢવી યુવાનને ચોરીના મામલે પૂછપરછ માટે લાવી ટોર્ચર કરતા 35 વર્ષના ગઢવી યુવક અરજણ ગઢવીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મુદ્રાના 3 હેડ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ મામલે ખંભાળીયા ખાતે સમાજના આગેવાનો બેઠક યોજી આ સમગ્ર ઘટનાને લઈને આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સોનલધામથી કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચીને કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાને આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે, કસ્ટોડિયલ ડેથના ત્રણ આરોપી કોન્સ્ટેબલની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ આ ઘટના બની છે તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને મૃતક ગઢવી યુવકના પરિવારને સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે.

કલેક્ટરને રજૂઆત

અન્ય યુવકને પણ માર મરાયો

મૃતક સાથે અન્ય બે ગઢવી યુવકને પણ માર મારવામાં આવ્યો હતો અને જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેમને પણ યોગ્ય ન્યાય મળે તે સહિતની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે ગઢવી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ન્યાયની માંગણી કરી હતી.

કલેક્ટરને રજૂઆત

ABOUT THE AUTHOR

...view details