ગુજરાત

gujarat

ETV Bharat / state

આ જિલ્લામાં ક્યાં સુધી રહેશે ઓરેન્જ એલર્ટ, જૂઓ - Dwarka People in trouble due to rain

દેવભૂમિદ્વારકા જિલ્લામાં છેલ્લા 2થી 3 દિવસથી ધોધમાર વરસાદ પડી (Heavy Rain in Dwarka) રહ્યો છે. આના કારણે ઠેરઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં છે. બીજી તરફ હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર (Orange alert in dwarka due to rain) કર્યું છે.

આ જિલ્લામાં ક્યાં સુધી રહેશે ઓરેન્જ એલર્ટ, જૂઓ
આ જિલ્લામાં ક્યાં સુધી રહેશે ઓરેન્જ એલર્ટ, જૂઓ

By

Published : Jul 6, 2022, 9:34 AM IST

દ્વારકાઃ જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી અનેક ગામમાં અવિરત વરસાદ પડી (Heavy Rain in Dwarka) રહ્યો છે. આના કારણે અહીંની નદીઓ પણ હવે બે કાંઠે વહી રહી છે. આ સાથે જ તળાવ અને કૂવામાં પણ નવા પાણીની આવક થઈ ચૂકી છે. બીજી તરફ સતત પડતા વરસાદના કારણે હવામાન વિભાગે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange alert in dwarka due to rain) જાહેર કર્યું છે.

વરસાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં

આ પણ વાંચો-સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક

વરસાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં -અત્યારે ચાલી રહેલો વરસાદી માહોલ આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ (Heavy Rain in Dwarka) નહીં લાગે. તો હવામાન ખાતાની આગાહીના પગલે (Meteorological Department Forecast for Rain) દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે (Heavy Rain in Dwarka) તેમ હોઈ ત્યારે જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર (Orange alert in dwarka due to rain) કરાયું છે.

આ પણ વાંચો-Rain in Bhavnagar : બપોરે મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, કેવો વરસ્યો જૂઓ

નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા - વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં ત્યાં રહેતા લોકોને હાલાકી (Dwarka People in trouble due to rain) ભોગવવી પડે છે. આના કારણે જાનમાલની નુકશાની વેઠવી પડે છે. તેને ધ્યાને લઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થાળાતર કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી આ સંકટના સમયમાં અધિકારી પોતાની ફરજ બજાવી શકે.

તંત્રએ શરૂ કરી હેલ્પલાઈન - વરસાદની આ ગંભીર પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની જાણકારી માટે તંત્ર દ્વારા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. એટલે હવે ફોન નંબર 02833232215 તેમજ ટોલ ફ્રી 1077 તથા 78599 23844 પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ત્યાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમ જ ભયજનક રોડ પર બેરિકેટ મૂકવા આદેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details