દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર સ્વાતિ રમણલાલ સચદેવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમના નમૂના 14 જૂનના રોજ લેવામાં આવ્યા હતા. 15 જૂનના રોજ તેમને તાવ અને શરીર દુખાવા જેવા લક્ષણો દેખાયા અને તપાસ દરમિયાન કોરોના પોઝિટિવ છે તેવું જાણવા મળ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ આંક 16 થયો - ભાણવડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા
મહિલા ડોક્ટર 16 દિવસ માટે ઓ.પી.ડી. માટે અમદાવાદ ગયા હતા. તે 6 તારીખે પરત ખંભાળીયા આવ્યા હતા. ભાણવડ સીએમટીસીમાં તેને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એક દિવસ તેઓ સાકેત હોસ્પિટલમાં રોકાયા હતા.