ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 16 કેસ - corona in Khambhaliya

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જોધપુર નાકા પાસે 69 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 16 થઈ ગઈ છે.

Khambhaliya
ખંભાળિયામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 16 કેસ

By

Published : Jun 15, 2020, 10:41 PM IST

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જોધપુર નાકા પાસે 69 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 16 થઈ ગઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પહેલા કુલ 15 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. ગઈકાલે એક યુવાનને તપાસ દરમિયાન કોઈ લક્ષણો જણાતા રજા આપવામાં આવી હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો.

આજે ફરીથી ખંભાળિયામાં સિનિયર સિટીઝનને તપાસ દરમિયાન લક્ષણો જણાતા ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટિવ આંક 15 થયો છે.

ABOUT THE AUTHOR

...view details