ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓખા મીઠાપુર વચ્ચેનો ફાટક ખુલ્લો રાખી ગેટ મેન નશીલી હાલતમાં મળ્યો - દ્વારકા રેલવે બોર્ડ

દ્વારકા: ઓખા સૌરાષ્ટ્ર મેલ મીઠાપુર વચ્ચેનો ફાટક ખુલ્લો રાખીને ગેટમેન નશાધૂત પડ્યો હતો. તેની આ બેદરકારીના કારણે ગંભીર અકસ્માત થવાની ભિતી સર્જાઈ હતી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઓખા મીઠાપુર વચ્ચેનો ફાટક ખુલ્લો રાખી ગેટ મેન નશીલી હાલતમાં મળ્યો

By

Published : Nov 24, 2019, 11:59 PM IST

ઓખા સૌરાષ્ટ્રમાં મેલ ઓખા મીઠાપુર વચ્ચેના ફાટક ખુલ્લું રાખી ગેટમેન દારૂના નશા પડી રહ્યો હતો. જેના કારણે અકસ્માત થતો થવાની અકસ્માત થવાની આરે હતો. સૌરાષ્ટ્રમેલના એન્જીન ડ્રાઈવર અને ગાર્ડે નીચે ઉતરીને ગેટ બંધ કરી ગાડી આગળ વધારી હતી. જેથી મોટો અકસ્માત થતો અટક્યો હતો.

ઓખા મીઠાપુર વચ્ચેનો ફાટક ખુલ્લો રાખી ગેટ મેન નશીલી હાલતમાં મળ્યો

ગેટમેનની આ બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયાં હતાં. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ ઘટનાની જાણ થતાં રેલવે RPFની તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ટીમે ગેટમેનનું મેડીકલ તપાસ કરાવી હતી. ત્યારબાદ તેને નોકરીમાંથી બરતરફ કર્યો હતો.

ઉલ્લેખનીય છે. રેલવે બોર્ડ દ્વારા રેલવેની કામગીરી ખાનગી કંપનીને સોંપી દેવામાં આવી છે. આ ગેટમેન અમદાવાદ ચેકમેટ સિક્યુરીટી કર્મચારીનો નિવૃત્ત ફોજી છે.

ABOUT THE AUTHOR

...view details