ગુજરાત

gujarat

ETV Bharat / state

'વાયુ' વાવાઝોડુંઃ ઓખા કોસ્ટ ગાર્ડ તંત્ર સંપૂર્ણ હતું સજ્જ - ready

દ્વારકાઃ ગુજરાતના સમુદ્ર કિનારે વાયુ વાવાઝોડાની હવામાન ખાતાની આગાહી બાદ તેનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાના તરફથી સંપૂર્ણ તૈયારી કરી હતી. તેની સાથે-સાથે ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ફરજ બજાવતું કોસ્ટ ગાર્ડ પણ પોતાના જવાનો સાથે વાવાઝોડાનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ હતું. ખાસ કરીને દ્વારકા નજીકના કોસ્ટ ગાર્ડ મથકની જવાબદારી વધુ હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 18, 2019, 11:00 PM IST

અરબી સમુદ્ર નજીક નાના-મોટા અનેક શહેરો આવેલા છે. તેમજ ઓખા બંદર પર 3500 થી 4000 જેટલી નાની-મોટી માછીમાર ઉદ્યોગની બોટો અને હજારોની સખ્યામાં માછીમાર પરિવારો વસવાટ કરે છે. આથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા જિલ્લા કલેકટર અધિકારી, મરીન પોલીસ તેમજ સ્થાનિક માછીમાર સંગઠનો સાથે અગાઉથી સંપર્કમાં રહીને વાવાઝોડાનો સામનો કરવામાં માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી હતી અને આ વાવાઝોડાનો સામનો કરવા માટે ઓખા કોસ્ટ ગાર્ડ તંત્ર સંપૂર્ણ સજ્જ હતું.

'વાયુ' વાવાઝોડુંઃ ઓખા કોસ્ટ ગાર્ડ તંત્ર સંપૂર્ણ હતું સજ્જ

ABOUT THE AUTHOR

...view details