દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં N.S.U.I દ્વારા વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો બાબતે જિલ્લા શિક્ષણઅધિકારીને આવેદનપત્ર અપાયુ હતુ.
ખંભાળીયામાં N.S.U.I દ્વારા વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો બાબતે શિક્ષણઅધિકારીને આવેદનપત્ર અપાયુ શિક્ષણ અંગેના વિવિધ મુદ્દા
- શિક્ષણ તેમજ વિવિધ મુદ્દે વિરોધ
- N.S.U.I દ્વારા વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો બાબતે વિરોધ
- જામ ખંભાળિયામાં NSUI દ્વારા થાળી વગાડી વિરોધ
- ઓનલાઇન શિક્ષણ બંધકરવાનીએ કરી માગ
જામ ખંભાળિયામાં NSUI દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો, શિક્ષણ તેમજ વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાર્થીઓની ફી. માફ કરવામાં આવે તેવી માગ સાથે શિક્ષણ કચેરીએ ઉગ્રે વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા NSUI ના કાર્યકર્તાઓની અટકાયત બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.
આજરોજ દેવભૂમિ દ્વારકા મુખ્ય મથક ખંભાળીયામાં N.S.U.I દ્વારા વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો બાબતે જિલ્લા શિક્ષણઅધિકારીને આવેદનપત્ર અપાયુ હતુ. NSUI નાં કાર્યકરો દ્વારા થાળી- ચમચી વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. હાલ કોરોનાની મહામારી અને લોકડાઉન ની પરિસ્થિતિ માં ગરીબ મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ હોય ત્યારે વિદ્યાર્થીઓ ની પ્રથમ સત્ર ની ફી માફી.RTE ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા ફી માટે વાલિઓને દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઇન શિક્ષણનું ડિંડક બંધ કરાવવા જિલ્લા શિક્ષણઅધિકારીને NSUI એ 48 કલાકનું અલ્ટીમેટ આપ્યુ અને 48 કલાકમાં યોગ્ય નિર્ણય નહિં લેવાય તો શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવામાં આવશે.