- દેવભૂમિ દ્વારકામાં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યની જન્મ જયંતિની વેબિનાર દ્વારા ઉજવણી
- દેવભૂમિ દ્વારકા તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન
- ગણિતના ગુજરાતી ભીષ્મપિતામહ તરીકે ઓળખાતા પ્રખર શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ રહ્યાં હાજર
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - દેવભૂમિ દ્વારકા તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 10માં ભણાવતા ગણિત શિક્ષકો માટે "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ગણિત શિક્ષકની ભૂમિકા" વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં રાજ્ય સરકારના ટાસ્ક ફોર્સના સભ્ય તથા ગણિતના ભીષ્મપિતામહ ગુજરાતી તરીકે ઓળખાતા પ્રખર શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ પણ હાજર રહ્યા હતાં. સંસ્થાના ચેરમેન ડો. માતંગ પુરોહિતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વેબીનારમાં દેવભૂમિ દ્વારકા તથા જૂનાગઢ જિલ્લાના અનેક શિક્ષકો યુટ્યુબના માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા.
દ્વારકા ખાતે મહાન ગણિતશાસ્ત્રીની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ - મહાન ગણિતશાસ્ત્રી
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - દેવભૂમિ દ્વારકા તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર - જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 10માં ભણાવતા ગણિત શિક્ષકો માટે "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ગણિત શિક્ષકની ભૂમિકા" વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાસ્કરાચાર્યે પોતાના સિદ્ધાંત શિરોમણી ગ્રંથમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના વિષય પર લખ્યું છે
ભાસ્કરાચાર્ય અથવા ભાસ્કર દ્વિતિય (ઇ.સ. ૧૧૧૪ - ઇ.સ. ૧૧૮૫) પ્રાચીન ભારતનાં એક મહાન ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા. તેના દ્વારા રચવામાં આવેલો મુખ્યગ્રંથ સિદ્ધાંત શિરોમણી છે. જેમાં લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલાધ્યાય નામના ચાર ભાગો છે. આ ચારેય ભાગ ક્રમશઃ અંકગણિત, બીજગણિત, ગ્રહો સબંધિત ગતિ તથા ગોલ સબંધિત છે. આધુનિક યુગમાં પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ (પદાર્થોને પોતાની તરફ ખેંચનારી શક્તિ)ની શોધ કરવાનું શ્રેય ન્યૂટનને આપવામાં આવે છે, પણ ગુરુત્વાકર્ષણનું રહસ્ય ન્યૂટનના જન્મની કેટલીએ સદીઓ પહેલા ભાસ્કરાચાર્યે ઊજાગર કર્યું હતું. ભાસ્કરાચાર્યે પોતાના સિદ્ધાંત શિરોમણી ગ્રંથમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના વિષય પર લખ્યું છે કે, 'પૃથ્વી આકાશીય પદાર્થોને વિશિષ્ટ શક્તિથી પોતાની તરફ ખેંચે છે. આ કારણથી આકાશીય પિંડ પૃથ્વી પર પડે છે.' તેમણે કારણે કૌતુહલ નામના એક અન્ય ગ્રંથની પણ રચના કરી હતી. તે એ સમયના સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા. તેમને મધ્યકાલીન ભારતના મહાન ગણિતજ્ઞ માનવામાં આવે છે. એક કથન અનુસાર તેઓ ઉજ્જૈન વેધશાળાનાં અધ્યક્ષ પણ હતાં.
તેમનો જન્મ ઇ.સ. ૧૧૧૪માં બિજાપુરમાં થયો હતો. તેમને ગણિતનું જ્ઞાન તેમના ૠષિતુલ્ય પિતા પાસેથી પ્રાપ્ત થયું હતું. પાછળથી બ્રહ્મગુપ્તના પુસ્તકોમાંથી પણ પ્રેરણા મેળવી હતી. તેમનું સમગ્ર જીવન ગણિત માટે સમર્પિત હતું. એવા ગણિત શાસ્ત્રીની જન્મ જયંતિની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.