ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder in Dwarka : થોડા દિવસ અગાઉ થયેલા ઝઘડાનું ઝેર રાખી એક વ્યક્તિની હત્યા કરનારા 2 આરોપીની ધરપકડ - દ્વારકા ક્રાઈમ ન્યૂઝ

કાઠિયાવાડમાં કહેવત છે જર, જમીન અને જોરું. હત્યા પાછળ આ ત્રણ શબ્દોમાંથી કોઈ એક તો જવાબદાર હોય છે, પરંતુ સામાન્ય બોલાચાલીમાં કોઈ હત્યા સુધી પહોંચે તો શું કહેવું. આવી જ એક ઘટના બની છે દ્વારકામાં. અહીં સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિની હત્યા (killing a man in retaliation for a quarrel) કરવામાં આવી હતી. જોકે, પોલીસે આરોપીની ધરપકડ (Two accused arrested) કરી છે.

દ્વારકામાં થોડા દિવસ અગાઉ થયેલા ઝઘડાનું ઝેર રાખી એક વ્યક્તિની હત્યા કરનારા 2 આરોપીની ધરપકડ
દ્વારકામાં થોડા દિવસ અગાઉ થયેલા ઝઘડાનું ઝેર રાખી એક વ્યક્તિની હત્યા કરનારા 2 આરોપીની ધરપકડ

By

Published : Nov 29, 2021, 11:53 AM IST

  • દ્વારકામાં સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી એક વ્યક્તિની હત્યા
  • 2 આરોપીઓએ મૃતકને ઢોર માર માર્યો, જેના કારણે મૃતકનું મોત થયું
  • પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી

દ્વારકાઃ જિલ્લામાં કોઈ માલમિલકત માટે નહીં, પરંતુ સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિની હત્યા (killing a man in retaliation for a quarrel) કરવામાં આવી હતી. ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામમાં થોડા સમય પહેલા આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી. તેનું ઝેર રાખી આરોપીઓએ મૃતકની હત્યા (killing a man in retaliation for a quarrel) કરી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ (Two accused arrested) કરી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચોઃબહેરામપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, પોલીસે 24 કલાકમાં આરોપીને દાણીલીમડા માંથી ઝડપ્યો

મૃતકને ગંભીર ઈજા પહોંચતા થયું મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, નાના આસોટા ગામમાં એકાંતનું જીવન જીવતા કરસન સગા આંબલિયા (ઉં.વ. 47)ને ઢોર માર મારતા તેમનું મોત થયું છે. તેમને હાથ અને પગમાં પણ ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મોત થયું (Death of the deceased during treatment at the hospital) હતું. મળતી માહિતી મુજબ, કરસન સગા આંબલિયાને કોઈક બાબતે અગાઉ ગામમાં બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચોઃમોરબીઃ વનાળીયા સોસાયટીમાં પૈસાની લેણદેણ બાબતે યુવાનની હત્યા

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ મામલે આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરસન ખૂંટી (ઉં.વ.) તથા આરોપી જીવા ઉર્ફે હકો કરસન ખૂંટી (ઉં.વ.40)એ ધોકા વડે મૃતક કરસન આંબલિયાને બંને પગે તથા ડાબા હાથે માર (killing a man in retaliation for a quarrel) માર્યો હતો, જેના કારણે ઘવાયેલા કરસન આંબલિયાને સારવાર માટે જીજી હોસ્પિટલ જામનગર લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તો પોલીસે હત્યાના આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખૂંટી અને આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખૂંટી બંનેની ધરપકડ (Two accused arrested) કરી હતી.

ABOUT THE AUTHOR

...view details