દેવભૂમિ દ્વારકાઃ ગ્રીન ઝોન દ્વારકામાં બે લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા બંને લોકોના સંપર્કમાં આવેલા કુલ 30થી વધુ લોકોને દ્વારકા ખાતે કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
Covid-19: બેટ દ્વારકામાં 30થી વધુ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા - બેટ દ્વારકામાં કોરોના વાઇરસ પોઝિટિવ
બેટ દ્વારકામાં બે કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે બંનેના સંપર્કમાં આવેલા 30થી વધુ લોકોને દ્વારકા ખાતે કવોરેન્ટાઈન કર્યા છે.
Bat Dwarka
શનિવારે મોડી રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્ય ટીમ બેટ દ્વારકા પહોંચી હતી અને બંને પોઝિટિવ કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી તપાસ કરી હતી. તેમજ તેમની સંપર્કમાં આવેલા બેટ દ્વારકાના અન્ય 30થી વધુ લોકોને શોધ્યા હતા.
જેમાં ઓખા-બેટ વચ્ચે ચાલતી ફેરી બોટના કર્મચારીઓ અને આ બંને પોઝિટિવ કેસ જે રિક્ષામાં ગયા હતા. તે રિક્ષા ડ્રાઇવર અને તેના પરિવારને પણ દ્વારકા સરકારી સેન્ટરમાં કવોરન્ટાઈ કરવામાં આવ્યા હતા.