ગુજરાત

gujarat

ETV Bharat / state

કલમ 370ને દૂર કર્યાની ખુશીમાં દેવભુમી દ્વારકાના વયોવૃદ્ધ અંબાજી પગપાળા દર્શને નીકળ્યા - latest news of dwarka

દેવભુમી દ્વારકાઃ કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કશ્મીરમાથી કલમ 370 દૂર કરતા દેવભુમી દ્વારકાના મહાદેવયા ગામના નારણભાઇ ગોરીયા ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા શરુ કરી છે.

dev

By

Published : Sep 13, 2019, 10:32 AM IST

દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાને મોદી સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાના નિર્ણયથી ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા આરંભી છે. નારણભાઇ ગોરીયા અંબાજી જતા રસ્તા પરથી વડાપ્રધાન મોદીના માતા હિરાબાના પણ દર્શન કરવા જશે. તે પહેલા પણ દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાન નારણભાઇ ગોરીયાએ 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બને તેવી માનતા સાથે હરીદ્વાર પગપાળા ગયા હતાં.

કલમ 370ને દૂર કર્યાની ખુશીમાં દેવભુમી દ્વારકાના વયોવૃદ્ધ અંબાજી પગપાળા દર્શને નીકળ્યા
ત્યાર બાદ કેન્દ્રમાં મોદી સરકાર આવે તે આશાથી હરીદ્વારની માનતા માની હતી અને કેન્દ્રમાં મોદી સરકાર આવતા પોતાની માનતા પગપાળા પુર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details