દ્વારકા -જિલ્લામાં સરકારી દવાખાનામાં તબીબી સારવાર માટે નર્સે દર્દી સાથે ખરાબ વર્તન કર્યું હતું. દર્દી મુસ્લિમ હોવાથી નર્સએ અસ્પૃશ્યતાને લઈને દર્દીઓને જોડે જૂર દુર વ્યવહાર ક્રયો હતો. તેમજ દર્દીઓને સારવાર આપવાની ના પાડી હતી. આ રીતે જિલ્લાના સલાયા બંદર વિસ્તારમાં સરકારી રેફરલ હોસ્પિટલની હાલત કફોડી જોવા મળી હતી.
Misconduct at government hospital: દ્વારકા જિલ્લામાં આરોગ્ય સેવાની સ્થિતિ કથળી, ડોક્ટર્સ અને નર્સની બેદરકારી આવી સામે - આરોગ્ય કેન્દ્રની શું સ્થતિ છે
અસ્પૃશ્યતાને લઈને દ્વારકા જિલ્લામાં સરકારી દવાખાનામાં તબીબી સારવાર(Medical treatment in government hospital) માટે નર્સે દર્દીઓને સારવાર આપવાની ના પાડી હતી. તેમણે દર્દીને તપાસવાની ના કહી દીધી(Refused to treat patients) હતી. ડોક્ટરને ફોન કર્યા બાદ 1 કલાક બાદ તેઓ હોસ્પિટલ આવ્યા હતા.

સલાયા ગામની સરકારી રેફરલ હોસ્પિટલમાં કોઈ ડોકટર ફરક્યા નહતા - દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામા આવેલ સલાયા બંદર વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પિટલમાં દર્દીને દવા નહિ પરંતુ માર આપવામાં આવે છે. સલાયા રેફરલ હો્પિટલની જ્યાં ગઇ કાલે સાંજે એક યુવતીની તબિયત ખરાબ થતા સારવાર માટે આવેલ હતી. આ દરમિયાન ફરજ પર નર્સ માઈકલ સિસ્ટર કે જેઓ જાતે ક્રિશ્ચન છે. તેમણે દર્દીને તપાસવાની ના કહી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું કે તું મુસ્લિમ છો, તને હું અડું તો હું અભડાઈ જાવ. આ સમયે ફરજ પર જેમની ડ્યુટી હતી તે ડોકટર મહાશય જેઓ ઘરે આરામ ફરમાવતા હતા. તેમને બોલાવતા સિસ્ટર માઈકલ ગુસ્સે થઇ ગઇ(nurse became angry) હતી. દર્દીની સારવાર ડોકટરના કેહવા છતાં પણ કરી હતી નહી. એટલું જ નહિ દર્દીના નાના ભાઈને અપશબ્દ કહીને બીમાર દર્દીને બે ફડાકા પણ જીંકી દીધા હતા. આ નર્સ મેડમે સરકારી હોસ્પિટલમાં ગંભીર ઘટના બનતા લોકોને મીડિયા સ્થળ પર પહોંચ્યું હતું. જે દરમિયાન સાંજે 7:30 આસ પાસ બનેલ ઘટના બાદ રાત્રે 10:30 વાગ્યા સુધી બીમાર યુવતી સારવાર વગર હોસ્પિટલની બહાર બેઠી રહી હતી.
આ પણ વાંચો:દીવા તળે અંધારુ: સુરતની સિવિલ કોવિડ હોસ્પિટલમાં જ ફાયરના સાધનોમાં ખામી
યુવતી દ્વારા આખરે રાજ્યના આરોગ્ય પ્રધાનને ફોન લગાવ્યો હતો -યુવતીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે આરોગ્ય પ્રધાનને ફોન કર્યા બાદ 1 કલાક બાદ ડોકટર આવ્યા હતા. જેમણે પોતે ક્વાર્ટરમાં આરામ કરતાં હોવાના રાગ આલ્પ્યો હતો. આ દરમિયાન યુવતી પર હુમલાનો વિડ્યો પણ સામે આવ્યો હતો. અને રાજ્ય આરોગ્ય પ્રધાન સુધી વાત પહોંચી હોવા છતાં પણ સલાયાની રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ કે જેઓ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ ક્વાર્ટરમાં રહેતો હતો. તેઓ સારવાર માટે હોસ્પિટલે આવ્યા ન હતા. રાજ્યના આરોગ્ય કેન્દ્રની શું સ્થતિ(condition of health center) છે તે આ ઘટના પરથી જોવા મળ્યું હતું. આ ઘટનામાં આરોપી જે સિસ્ટર માઈકલ છે તેમના વિરુધ અનેક ફરિયાદો સરકારી ચોપડે નોંધાયેલા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ શરુ કરાઇ રહી છે. આવા ક્રૂર મગજ ધરાવતા આરોગ્ય કર્મીને કોણ છાવરી રહ્યું છે તે પણ એક પ્રશ્ન છે. આ નર્સ પર આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું જેવું રહ્યું.