કલમ 370 નાબૂદ રાજ્ય કક્ષાના પ્રધાન હકુભા જાડેજાએ પાઠવી શુભેચ્છા - જમ્મુ-કાશ્મીર
દેવભૂમિ દ્વારકા: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ બાદ રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્ર સિંહ જાડેજા પ્રતિક્રિયા આપી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી.
etv bharat dev bhumi dwarka
ભારતની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબૂદ કરી અને હિંમતભર્યું પગલું ભર્યુ છે. જેની સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભેચ્છાઓ વરસી રહી છે. ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું. અને રહેશે આવતા દિવસોમાં જમ્મુ-કાશ્મીરનો વિકાસ પણ ખૂબ જ સુંદર રીતે ભાજપ સરકાર કરશે તેમ જણાવ્યુ હતું.