નાવદ્રા બંદરે વિશાળ પોલીસ કાફલા સાથે મેગા ડિમોલિશન હાથ ધરાયું દ્વારકા: દ્વારકા જિલ્લામાં ચાલી રહેલ મેગા ડિમોલીશનનો આજે 5 મો દિવસ હોઈ આજે નાવદ્રા બંદરે ડિમોલીશન હાથ ધરાયું હતું. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડીમોલીસન કલ્યાણપુર તાલુકાના હર્ષદ બાદ નાવદ્રા બંદરે આ મેગા ડિમોલીસન હાથ ધરાયું હતું.
નાવદ્રા બંદરે ડિમોલેશન: સતત 4 દિવસ હર્સદ બંદરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યા બાદ આજથી નાવદ્રા બંદરે સવારથી શરૂ થયેલ મેગા ડિમોલીશનમાં નાવદ્વાના બંદર વિસ્તાર અને કારગીલ તરીકે ઓળખાતા એરિયામાં દબાણ હટાવવાની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર હાજર રહી 2 DYSP કક્ષાના અધિકારીઓના માર્ગદર્શનમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો:Mega Demolition યાત્રાધામ હર્ષદમાં મેગા ડિમોલિશન, તંત્રએ પોલીસ સાથે મળી કરોડોની જમીન ખાલી કરાવી
કરોડોની કિંમતના બંગલા પર બુલડોઝર: એસ પી નીતીશ પાંડેના જણાવ્યા અનુસાર નાવદ્રા બંદરે વર્ષ 2021માં અહીંથી ડ્રગ્સ ઝડપાયું હતું. 120 કિલો ડ્રગ્સનો મુખ્ય આરોપી અને મૂળ નવાદ્રાનો રહેવાસી એવા અનવર મુસા પટેલના પરિવારના કરોડોની કિંમતના બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલ આજના આ ડિમોલિશનમાં અંદાજે 2,00,000 કરતાં વધુ ફુટ જગ્યા કે જેની અંદાજિત કિંમત પાંચ કરોડથી વધારે થાય છે તે ખાલી કરવામાં આવી છે.
: નાવદ્રા બંદરે મેગા ડિમોલિશન આ પણ વાંચો:ચાંદખેડામાં કીર્તી રો-હાઉસમાં ડિમોલીશન માટે હાઈકોર્ટનો મનાઈ હુકમ
2.25 લાખ ચોરસ ફૂટ બાંધકામ દૂર કરાયું:નાવદ્રા ખાતે ડિમોલિશનની કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા 125 જેટલા આસામીઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ અહીંના 73 રહેણાંક, 24 વ્યાપારિક એકમો તેમજ 2 ધાર્મિકો મળી કુલ 98 જગ્યા પર 2.25 લાખ ચોરસ ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત આશરે 90.23 લાખ જેટલી ગણવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક ઝુંબેશથી દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.