થોડા સમય પહેલા બેટ દ્વારકા અને ઓખાની તમામ ફેરી બોટોના માલિકોની વર્ષો માંગણી બાદ ફેરી બોટનું ભાડું રૂ.8 માંથી 20 કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ બોટોનું પાર્કિંગ ભાડામાં અને બર્થ ચાર્જીસમાં બોટના વજન પ્રમાણે વધારો કરાયો હતો. એટલે કે 1 ટન વજનના રુ 4 હતા જે વધારીને 1 ટન વજનના રૂ 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકો રોષે ભરાયા હતા.
બોટ માલિકોની હડતાલના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડે ચેકિંગ હાથ ધર્યુ - RAJNIKANT JOSHI
દ્વારકાઃ બેટ દ્વારકામાં તારીખ ૭ જુને બોટ માલિકોએ મેરી ટાઈમ બોર્ડ સામે હડતાલ કરી હતી. વિરોધના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ બોટ માલિક સાથે બેઠક કરી હતી. તેમજ બોટોનુ સઘન ચેકિંગ કર્યુ હતું.
કારણ કે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના રૂ 8500 જેટલો ચાર્જ બર્થ આવતો હતો તે હવે 12 ગણો વધીને રૂ 95000 જેટલો ભરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદને કારણે બોટ માલિકો દ્વારા શુક્રવારે 7 જુનના રોજ હડતાલ કરવામાં આવી હતી. જેના ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. ચાર ચાર કલાકની હડતાલ બાદ સમાધાન થઇ જતા બોટ માલિકોએ ફરીને બોટોને ચાલુ કરી હતી.
પંરતુ શુક્રવાર બપોર બાદ ઓખા ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધકારીઓએ આવીને તમામ બોટોને ચેકીંગ કરીને બેઠક વ્યવસ્થા મુજબ તેમાં બેસવાની કેપીસીટી નક્કી કરી હતી. જેથી પહેલા જે બોટમાં 185ની બેઠક હતી માત્ર 93 યાત્રાળુ બેસી શકશે. નવો નિયમ આવતા બોટ માલિકો નિરાશ થયા હતા. કારણ કે બોટોમાં પહેલા બેસવાની જે કેપીસીટી હતી તેના કરતા હાલમાં અડધી કેપીસીટી કરવામાં આવી છે.