ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના આ ગામે વર્ષોથી યોજાય છે હિન્દુ મુસ્લિમ એકતા રૂપી મલ કુસ્તી મેળો - હિન્દુ મુસ્લિમ

દ્વારકા: યાત્રાધામ દ્વારકા નજીકના શિવરાજપુર ગામે હજારો વર્ષોથી ભાદરવી પૂનમના રોજ જાકુપીર દરગાહના મેદાનમા હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ સ્થાનિક યુવાનો દ્વારા મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે.

Dwarka

By

Published : Sep 15, 2019, 8:03 AM IST

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે મુસ્લિમ જાકુપીર દાદાના ધાર્મિક સ્થળ ઉપર વર્ષો જુની એક પરંપરા જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે ભાદરવી માસની પૂનમના દિવસે દ્વારકા તાલુકા તેમજ તાલુકા બહારના હિંદુ મુસ્લિમ યુવાનો એકતાના પ્રતીક રૂપી એક મલ કુસ્તીનું આયોજન કરે છે. હિંદુ તેમજ મુસ્લિમ યુવાનો અહીં પોતાના ગામના લોકો સાથે આવે છે અને દરેક ગામની અલગ ટીમ પ્રમાણે મલ કુસ્તીનું આયોજન કરવામાં આવે છે.

દ્વારકાના આ ગામે વર્ષોથી યોજાય છે હિન્દુ મુસ્લિમ એકતા રૂપી મલ કુસ્તી મેળો

સામાન્ય નિયમોને અનુસરીને આ રમત રમવામાં આવે છે. આ રમત દરમિયાન જીતેલા ઉમેદવારને સ્થાનિક લોકો રોકડ પુરસ્કાર પણ આપે છે. શિવરાજપુરના જાકુપીર દાદા નામના મુસ્લિમ પીરના ધર્મસ્થાન ઉપર બે પથ્થરના ગોળાને માત્ર બે આંગળીથી ઉપાડીને લોકો આસ્થાના પ્રતીકને જીવંત રાખ્યો છે. દ્વારકા તાલુકાના હિન્દુ ક્ષત્રીય વાઘેરો તેમજ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા એક સંપ કરી અને આ રમતનું આયોજન કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details