દેવભૂમિ-દ્વારકાઃ દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ (Dwarka Mines and Minerals Department) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા વિસ્તારમાં અવાર નવાર ખનિજની ચોરી જોવા મળી રહી છે. તેમજ અધિકારી ઊંઘતા જોવા મળી રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની (Action Against Dwarka Minerals Department) ફેર બદલી કરવામાં આવી છે.
કર્મચારી પ્રત્યે કડક વલણ અપનાવીને બદલી
દ્વારકા જિલ્લામાં અવાર નવાર ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય છે. ત્યારે જનતા રેડ કરી ખનીજ માફિયાઓને પકડતી હોઈ છે. પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ નિદ્રાધીન હોઈ તેવી ઘટનાઓ વારંવાર બની સામે આવી રહી હતી. આ પ્રશ્ન ફરી વખત ઉત્પન્ન ના થાય તે ધ્યાનમાં લઇ અને કર્મચારી પ્રત્યે કડક વલણ અપનાવીને (Transfer of Personnel of Mines Minerals Department) બદલી કરી નાખવામાં આવી છે.