37 હજાર આહીરાણીઓ મહારાસ રમીને રચ્યો ઇતિહાસ દેવભૂમિ દ્વારકા: આહીર સમાજ દ્વારા એક ઇતિહાસ રચવામાં આવ્યો છે. તીર્થધામ દ્વારકાના આંગણે રમાયેલા મહારાસના દ્રશ્યો જોઈને પણ અચંબિત થઇ જશો. કૃષ્ણ નગરીમાં 37 હજાર જેટલી આહિરાણીઓએ રાસ રચીને એક રેકોર્ડ કાયમ કર્યો છે. ફક્ત ભારત જ નહિ વિદેશમાં રહેતા આહીર સમાજના લોકો પણ અહીંયા આવ્યા અને આ આયોજનમાં ભાગ લીધો હતો.
દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહારાસમાં સમગ્ર ભારતભરમાંથી આહીરાણીઓ ભાગ લેવા પહોંચી હતી. 800 વીઘા જમીન પર આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે આહીર સમાજની જુદી જુદી પાંખો એક છત્ર હેઠળ જોડાઇ હતી. દેશભરમાંથી દોઢ લાખ જેટલો આહીર સમુદાય આ ઘટનાનો સાક્ષી બન્યો હતો.
ભગવાન કૃષ્ણના યાદવ કુળના 37,000આહીરાણીઓ આ મહારાસ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ઉપર જ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યો હતો. શ્રીમદ ભાગવત ગ્રંથના રાસ પંચાધ્યાયમાં વર્ણવાયા અનુસાર રાસેસર રસરાજ ભગવાન શ્રી કૃષ્ણના વ્રજભૂમિના દિવ્ય રાસના દર્શન અનેક મહામુનિઓએ પોતાની હજારો વર્ષની તપસ્યા થકી કર્યા હતા એ દિવ્ય મહારાજના દર્શન આ દિવસે ઉપસ્થિત સૌ જીવંત આખોથી કર્યા હતા. આ એક અહોભાગ્ય અવસર બની રહ્યો હતો.
ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંગ રાસ રમવાની આહીરાણીઓની આંતર ભાવના સાથે આ રાસને મહારાસ નામ આપ્યું છે. નોંધનીય છે કે કચ્છના વ્રજવાસી ગામમાં ઢોલીના તાલ પર રાસ રમતા શ્રીકૃષ્ણને પામી જનારનો ઇતિહાસ ઉજાગર કરવા, યદુવંશના ઇતિહાસની યાદ તાજી કરવા તેમજ આવનારી પેઢી યાદવના ઇતિહાસથી જાણકાર બને તેવો ઉદ્દેશ આયોજન પાછળ રહેલો હતો. આજે યોજાયેલા આ મહારાસ વિશાળ જનમેદની ઉમટી હતી. આ મહારાસમાં બે લાખથી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો અને 3 લાખથી વધુ લોકો અહી પધાર્યા હતા. સમસ્ત આહીરો એક તાંતણે બંધાય તે હેતુથી આ મહારાસમાં વિશાળ જનમેદની ઉમટી હતી.
- નવરાત્રિમાં ગરબા દાંડિયા રાસ પહેલા અને પછી કરો આ મહત્ત્વની સ્કિન કેર
- નવરાત્રી પહેલા ગરબે ઘુમવાનો મોકો : ગાંધીનગરમાં જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે