દ્વારકા: શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સુધીમાં અંદાજે 300 ગાયો તથા નદીમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે. દ્વારકા જિલ્લામાં આ વાયરસને કારણે 10થી 12 જેટલી ગાયોના મૃત્યું(Cow Disease in Dwarka) પણ થયા છે. આ દરમિયાન દ્વારકામાં બે સપ્તાહ પહેલા ટીવી ટેશન વિસ્તારમાંથી(Dwarka TV station) બે ગાય બીમાર હોવાની જાણ ગૌ સેવા સેવકોને કરવામાં આવી હતી.
દ્વારકામાં પશુઓમાં ફેલાઈ રહ્યો છે લમ્પી સ્કિન ડીસિઝ નામનો વાયરસ ગૌશાળા દ્વારા સ્થાનિક તંત્રની મદદ - થોડા દિવસોમાં અનેક ગાય બીમાર થયાના લક્ષણોની જાણ થઈ હતી. બીમાર ગાયોની સારવાર કરવામાં આવી ત્યારે ગાયને lumpy વાયરસની અસર(Lumpy skin Virus effects) થઇ હોવાનું સામે આવ્યું હતું. દ્વારકાની સુરતની માધવ ગૌશાળાને દ્વારકા પશુઓમાં વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાની જાણ થઈ હતી. આ જાણ થતા માધવ ગૌશાળા દ્વારા સ્થાનિક તંત્રની મદદથી તેને અટકાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ગાયો અને નંદીઓને દ્વારકા શહેરમાં આવેલા મહિલા બાગમાં સારવાર અર્થે રાખવામાં આવેલા છે. જ્યાં ગો સેવકો તેમજ પશુ ચિકિત્સકો દ્વારા તમામ પશુઓની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ચેતવણીઃ ગુજરાતની ગાયોમાં મોટા રોગના ભણકારા, થાય છે માત્ર સાત દિવસમાં મોત
આ રોગ અટકાવવા પશુ ચિકિત્સક સૂચન -દ્વારકામાં છેલ્લા બે સપ્તાહથી જે આ લમ્પી સ્કિન નામનો રોગ પશુઓમાં ફેલાઈ રહ્યો છે. એના માટે અમે ગૌસેવકોએ પશુ ચિકિત્સક(Veterinarians Dwarka) ડો. વી. એમ. ડામોરની સલાહ લઈને પશુઓની સારવાર કરી છે. આ રોગના અટકાવવા(Spreading Lumpy Disease in Cows) માટે ડો. વી એમ ડામોરના કહેવા મુજબ બધી ગાયોને એક જ જગ્યાએ અને સારવાર કરવામાં આવે તો આ રોગ અટકાવવી શકાય. આ માટે અમે નગરપાલિકા પ્રમુખ(President of Dwarka Municipality) જ્યોતિબહેન સામાણીને સંપર્ક કરીને મહિલા બાગ પર ગયો રાખવાની મંજૂરી મળી છે.
આ પણ વાંચો:Rabies Vaccine in Kutch: શા માટે જરૂરી છે ખરપગાની રસી? કચ્છમાં શરૂ થયું રસીકરણ
આ રોગ એક બે રખડતા ઢોરમાં જોવા મળેલો હતો -ડો. વી એમ ડામોર એ જણાવ્યું હતું કે, પેહલા આ રોગચાળો એક બે ગાયો માં જોવા મલ્યો હતો. આ દરમિયાન આ રોગ એક બે રખડતા ઢોરમાં જોવા મળેલો હતો. આ બાબતે ગૌસેવક હાર્દિકએ મહિલા બાગમાં લાવી સારવારનું સૂચન કર્યું હતું. આ સમય બાદ તમામ રખડતા ઢોરને મહિલા બાગ(Dwarka Mahila Baug) પર લાવી સારવાર કરવામાં આવી છે. જેમાંથી 100 ગયોને સર્વરમાંથી મુક્ત કરી સુદામા પુરીએ છોડી દેવામાં આવી છે.