ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે સાંસદના ધામા, સ્થિતિની સમીક્ષા બેઠક કરી - Review meeting

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસ અને હોસ્પિટલમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને સાથે સમયસર સારવાર મળી રહે તે માટે સાંસદ પૂનમ માડમ અને જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સાથે રાત્રે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મોડી રાત સુધી ચર્ચાઓ કરી અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.

mla
ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે સાંસદના ધામા, સ્થિતિની સમીક્ષા બેઠક કરી

By

Published : Apr 23, 2021, 12:16 PM IST

  • દેવભૂમિ-દ્વારકામાં વધી રહ્યા છે કોરોના કેસ
  • સાંસદ પૂનમ માડમ હોસ્પિટલ પહોંચી કરી સમીક્ષા બેઠક
  • હોસ્પિટલમાં સુવિધામા વધારો કરવામાં આવશે

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં વધી રહેલા કોરોનાના ચિંતાનું કારણ બન્યા છે અને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાયને કારણે પરિસ્થિતિ વિકટ બને તે પહેલા જ રાત્રે પરિસ્થિતિની તપાસ કરવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ ખંભાળીયાની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે જિલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરેકને પૂરતી સુવિધાઓ મળવી જોઈએ

સાંસદ પૂનમબેન માડમ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી રહે અને દરેક દર્દીને ઓક્સિજન અને અન્ય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તે અંગે મોડી રાત સુધી ચર્ચાઓ કરી અને હોસ્પિટલમાં દર્દીઓની હાલત અંગેની સમીક્ષા કરી હતી.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે સાંસદના ધામા, સ્થિતિની સમીક્ષા બેઠક કરી

આ પણ વાંચો : જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

સુવિધાઓ વધારવામાં આવશે

હાલ ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન માટે ટેન્ક છે, તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે સાથે જ હાલની જે પરિસ્થિતિ છે તેને જોતા ટ્રક ઓક્સિજન ટેન્ક મારફતે જ તમામ દર્દીઓને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્સિજનની વધુ પ્રમાણ માં જરૂરિયાત હોઈ જેથી અલગથી જ ઓક્સિજન ટેન્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ રહેશે. કોરોનાના દર્દીઓને અન્ય સમસ્યાઓ થઈ રહી છે કે કેમ તે અંગે પણ જનરલ હોસ્પિટલ ના સુપ્રીટેનડેન્ટ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં વધી રહેલા કેસો અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details