ત્રણ પેઢીથી દ્વારકાધીશના શરણે ઢોલ અને શરણાઈ વગાડી સેવા આપતો મુસ્લિમ પરિવાર....
દેવભૂમી દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશમાં માત્ર હિન્દુઓ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા નથી, દ્વારકાનો એક મુસ્લિમ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને પોતાના પરીવારનુ ગુજરાત ચલાવે છે અને સાથે સાથે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમાજો એક સાથે હળીમળીને રહે છે તેવું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.
મુસ્લિમ પરિવાર ભગવાન દ્વારકાધીશના દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને આપે છે સેવા
દ્વારકાના રફિકભાઈ જુશબભાઇ માખોડા તથા મીર પરીવાર છેલ્લી ત્રણ પેઢીથી ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરના દ્વાર ઉપર સવારે મંગળા આરતીથી લઈને સાંજની શયન આરતી સુધી ઢોલ અને શરણાઈ વગાડીને દ્વારકા આવતા યાત્રાળુઓનું સ્વાગત કરે છે. ભગવાન દ્વારકાધીશ ઉપર અખુઇ શ્રદ્ધા ધરાવતો આ પરિવાર ભગવાન દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરે છે કે વિવિધ સમાજો થી બનેલો ભારત દેશ કાયમી સંપીને રહે અને વિશ્વમાં વિકાસ પામે છે.