દેવભૂમિ દ્વારકા: હાલ વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને સરકાર તેનાથી બચવા ખુબ જ મહત્વના નિર્ણયો લઇ રહી છે, તેની વચ્ચે વિક્રમ માડમ જે ખંભાળીયાના ધારાસભ્ય છે તેમને 74 ગામોના સરપંચને સન્માનિત કરવા એકઠા કર્યા હતા અને કોરોનાને નોતરું આપતા હોય એવા દ્રશ્યો સર્જ્યા હતા.
સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજ્યો
ખંભાળિયામાં વિક્રમ માડમ અને કોંગ્રેસ દ્વારા સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજ્યો હતો. કલેકટરશ્રી દ્વારા અવારનવાર સૂચનાઓ અને જાહેરનામા આપ્યા હોવા છતા પણ આ નેતાઓ પોતાની મનમાની કરીને સંક્રમણ ફેલાવામાં કોઈ કમી નથી રાખતા.
નેતાઓને છૂટછાટ અને સામાન્ય લોકોને બંધન આપતા નિયમો અંગે લોકોમાં રોષ
પ્રજાને કોઈ પ્રસંગ કે સમારહો કરવાનો હોય ત્યારે તેમના પર સરકારશ્રી દ્વારા અનેકો પ્રતિબંધ લાગાવેલા હોય છે, પણ જ્યારે કોઈ નેતાઓને રેલી કરવાની હોય તેમના કોઈ પ્રસંગ હોય ત્યારે તેમને આટલી છુટછાટ કેમ? નેતાઓને છૂટછાટ અને સામાન્ય લોકોને બંધન આપતા નિયમો અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાયદો બધા માટે એક સમાન છે એવું આમ નાગરિકનું કેહવાનું થાય છે, પણ નેતાઓ સામે કોઈ બોલવા માંગતું નથી.
કોવિડ નિયમો ભૂલી કાર્યક્રમો યોજતા નેતાઓ