દેવભૂમિ દ્વારકા: ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે ગોકુળ આઠમ એટલે જન્માષ્ટમી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહાર થી લાખો યાત્રાળુઓ દ્વારકાધીશ દર્શન કરવા આવે છે ખાસ કરીને ગ્રામ્ય લોકો કાન્હાના જન્મના વધામણા કરવા માટે ખૂબ જ ભાવથી આવે છે, તે લોકો પણ હાલ દુઃખી છે.
દ્વારકાધીશ મંદિરમાં ભક્તો વગર ઉજવાશે જન્માષ્ટમી, શ્રદ્ઘાળુઓમાં નિરાશા - ધાર્મિક સ્થળ
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને કારણે ધાર્મિક મેળા અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંતર્ગત જન્માષ્ટમી નિમિત્તે દ્વારકામાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કારણે દ્વારકાધીશના ભક્તોમાં નિરાશા છવાઈ ગઈ હતી.

Janmashtami to be celebrated in Dwarkadhish
જેમાં 10થી 13 ઓગસ્ટ એમ 4 દિવસ દ્વારકાધીશનું મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ બંધ રહેશે. રવિવારે છેલ્લા દિવસે આવતા યાત્રિકો ખૂબ જ દુઃખી હતા અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતા હતા કે, જેમ બને તેમ ઝડપથી કોરોના મહામારીમાંથી ઉગારી લે.
દ્વારકાધીશ મંદિરમાં ભક્તો વગર ઉજવાશે જન્માષ્ટમી