ગુજરાત

gujarat

ETV Bharat / state

Janmashtami 2023: કૃષ્ણમય દ્વારકાનગરી, મંદિરના દરવાજા ખુલ્યા, દ્વારકાધીશને સંધ્યા ભોગ ધરાવાયો - undefined

દ્વારકામાં આજે શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે.

Janmashtami 2023:
Janmashtami 2023:

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 1:44 PM IST

Updated : Sep 7, 2023, 7:41 PM IST

દ્વારકા: કૃષ્ણ જન્મોત્સવને ગણતરીના કલાકો બાકી હોઈ દ્વારકા નગરી અત્યારથી કૃષ્ણમય બની છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં દ્વારકાધીશ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દ્વારકા નગરી દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.

જન્મોત્સવની ભવ્ય ઉજવણી: દ્વારકાના જગત મંદિર ખાતે આજ રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5250મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે દ્વારકા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી અહીં વિવિધ કામગીરી કરવામાં આવી રહી હતી. દ્વારકાની બજારોમાં પણ ઠેર ઠેર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા માટે સમગ્ર દેશમાંથી દ્વારકા ખાતે આવ્યા છે.

કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી

વહીવટી તંત્ર ખડે પગે:આજે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. દ્વારકાની બજારોમાં લોકોની ભારે ચહેલ-પહેલ જોવા મળી રહી છે. ખાસ કરીને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલીને પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવા માટે આવતા હોય છે. લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે. જોકે કોરોના સમયમાં જગત મંદિર ખાતે શ્રદ્ધાળુઓને દર્શન માટેનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોરોનો બાદ ફરીથી શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં હાજરી આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અહીં કરવામાં આવી છે.

ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી

દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ખાસ દર્શનનો સમય આ મુજબ રહેશે:

  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
  • 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ
  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી
  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ
  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જે રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે.
  1. Krishna Janmashtami 2023 Dwarka Live: દ્વારકા નગરી બની કૃષ્ણમય, 'શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય'ના નાદથી ગૂંજી ઉઠ્યા મંદિર પરિસરો
  2. JANMASHTAMI 2023: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ઉજવણી, જાણો કાનાને સજાવવાની અનોખી રીત
Last Updated : Sep 7, 2023, 7:41 PM IST

For All Latest Updates

TAGGED:

Etv

ABOUT THE AUTHOR

...view details