દેવભૂમિ- દ્વારકા : ભારત જેવા દેશમાં આ કોરોના વાયરસને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. એ લોકોની મદદ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જુદી-જુદી જાતની અનેક મદદ પહોંચાડે છે. સરકારની આ મદદને મદદરૂપ થવા ભારતમાં અને ગુજરાતમાં અનેક નામી - અનામી વ્યક્તિઓ અને સંસ્થાઓ જુદા જુદા પ્રકારનો ફાળો આપવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી રાહત ફંડમાં દ્વારકા તાલુકાના હોમગાર્ડના જવાનોનો અમૂલ્ય ફાળો - Invaluable contribution
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા બે - અઢી માસથી કોરોના વાયરસને કારણે દેશ અને દુનિયા અસ્તવ્યસ્ત બની છે. ત્યારે કોરોના વાયરસ મહામારી સામે લડતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાં દ્વારકા તાલુકાના હોમગાર્ડના 56 જેટલા ભાઇઓ તથા બહેનોએ જિલ્લા હોમગાર્ડના કમાન્ડરની સૂચના અનુસાર 22,000 રૂપિયા જેટલી અમૂલ્ય રકમનો ચેક દ્વારકા તાલુકા પ્રાંત અધિકારીને સુપ્રત કર્યો હતો.
એક રૂપિયાથી લઈને કરોડો રૂપિયાની સહાયનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં લોકોએ ધોધ વહાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પોલીસની સાથે ખંભેથી ખંભો મેળવીને અને લોકોના ઘરે-ઘરે જઈને મદદ કરતી સંસ્થા હોમગાર્ડ છે. હોમગાર્ડમાં સામાન્ય ઘરના લોકો જોડાઈને દેશની સેવા કરે છે, અને પોતાના પરિવાર માટે થોડું મદદરૂપ પણ થઈ શકે છે. ગુજરાત રાજ્યમાં વસતા મધ્યમ વર્ગના લોકોમાંથી હોમગાર્ડ સાથે જોડાયેલા જવાનોએ પણ પોતાના સામાન્ય પગારમાંથી થોડી બચત કરીને ગુજરાત અને દેશને મદદરૂપ થવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે .
કોરોના વાયરસ મહામારી સામે લડતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાં દ્વારકા તાલુકાના હોમગાર્ડના 56 જેટલા ભાઇઓ તથા બહેનોએ જિલ્લા હોમગાર્ડના કમાન્ડરની સૂચના અનુસાર 22,000 રૂપિયા જેટલી અમૂલ્ય રકમનો ચેક દ્વારકા તાલુકા પ્રાંત અધિકારીને સુપ્રત કર્યો હતો.