ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી, પોલીસે નોંધી ફરિયાદ - ગુજરાત પોલીસ

દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જિલ્લાના ખંભાળિયામાં રહેતી 15 વર્ષિય સગીરા પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Jan 24, 2021, 2:03 PM IST

  • 15 વર્ષની સગીરા પર શખ્સે આચર્યું દુષ્કર્મ
  • વિરુગીરી ગોસ્વામી નામના યુવકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં આરોપી વિરુદ્ધ ફિટકાર
  • સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયામાં પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી એક શખ્સે અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દુષ્કર્મનો આરોપી

યુવતિના પરિજનોએ નોંધાવી ફરિયાદ

ખંભાળિયામાં ચોક્કસ સ્થળે રહેતા પંદર વર્ષની સગીરાને વીરૂગીરી સંજયગીરી ગોસ્વામીએ લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેણીને જુદી-જુદી જગ્યાએ લઇ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે યુવતિના પરિવારે આરોપી સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details