- જિલ્લા પોલીસ વડા અને ડી.વાય.એસ.પીએ વેક્સિન લીધી
- અધિકારીઓએ કહ્યું કોરોના વેક્સિન સુરક્ષિત છે
- અધિકારીઓએ તમામ લોકોને વેક્સિન લેવા અપીલ કરી
દ્વારકામાં બીજા તબક્કામાં પોલીસ કર્મચારીઓએ કોરોનાની વેક્સિન લીધી
ખંભાળિયામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા જિલ્લા પોલીસ વડા અને DYSP તથા પોલીસ સ્ટાફે વેક્સિન લીધી અને દરેક નાગરિકને વેક્સિન લેવાની અપીલ કરી.
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મંગળવારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા જિલ્લા પોલીસ વડા અને DYSPને તથા પોલીસ સ્ટાફ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં કોરોના વેક્સિન આપવામાં આવી. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા કોવિડ બુથ પર બંન્ને પોલીસ અધિકારીઓને વેક્સિન આપવામાં આવી. વેક્સિનેશન કરાવ્યા બાદ બંન્ને અધિકારીએ જિલ્લામાં તમામ લોકોને વેક્સિનેશન કરાવે તેવી અપીલ કરાઈ હતી. કોરોના વેક્સિન સુરક્ષિત છે અને જિલ્લાના તમામ લોકો વધારેમાં વધારે કોરોના વેક્સિનેશન કરાવે તેવી અપીલ કરી હતી.