- ઝઘડીયાના જામોલી ગામે દીપડો પાંજરે પુરાયો
- પાંજરું લોક ન થતાં દીપડો પલાયન
- અડધા કલાકમાં જ દીપડો પાંજરામાથી પલાયન
ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દીપડા વસવાટ કરે છે. ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આંતક વધતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં શુક્રવારે સવારના સમયે દીપડો પુરાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને દીપડાના ફોટા પણ પાડ્યા હતા પરંતુ આ બાદ જે થયું તેનાથી લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. લગભગ અડધો કલાક સુધી દીપડો પાંજરામાં જ પુરાયેલો રહ્યો હતો. જો કે પાંજરૂ લોક ન થતાં દીપડો લોકો વચ્ચેથી જ જંગલ વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. સદનસીબે દીપડાએ નજીકમાં ઉભેલા લોકો પર હુમલો કર્યો ન હતો.