ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળિયા પાલિકામાં ચૂંટણી પહેલા જ ઉમેદવારનું નામ ઓનલાઇન કમી થઈ ગયું - ELECTION 2021

ચૂંટણીના બ્યુગલની સાથે જ રાજકીય પક્ષોએ સામ, દામ અને દંડની ભીતિ અપનાવી પોતાની તરફેણમાં ચુકાદા લાવવા માટે ધમાસાણ મચાવી રહ્યા છે. ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં દસ્તાવેજો સાથે ચેડા કરી એક પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કમી થયા હતા.

દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણી પહેલાજ ઉમેદવારનું નામ ઓનલાઇન ફ્રોડ કરી નામ કમી થઈ ગયું
દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણી પહેલાજ ઉમેદવારનું નામ ઓનલાઇન ફ્રોડ કરી નામ કમી થઈ ગયું

By

Published : Feb 7, 2021, 11:12 AM IST

  • રાજકીય પક્ષોએ સામ, દામ અને દંડની નીતિ અપનાવી, પોતાની તરફેણમાં ચુકાદો લાવવા માટે ધમસાણ
  • ઓનલાઇન એપ્લિકેશન મારફત નામ કમી થઈ જતા ઉહાંપોહ મચ્યો
  • ચૂંટણી મુલતવી રાખવા ચૂંટણી અધિકારી અને ખંભાળિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી

ખંભાળિયા: ચૂંટણીના બ્યુગલની સાથે જ રાજકીય પક્ષોએ સામ, દામ અને દંડની નીતિ અપનાવી પોતાની તરફેણમાં ચુકાદો લાવવા માટે ધમાસાણ મચાવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાંથી એક પરિવારના સભ્યનું નામ ખોટા આધાર-પુરાવા રજૂ કરીને કોઈએ ઓનલાઇન એપ્લિકેશન મારફત નામ કમી કરાવી લીધુ હતું જેથી ઉહાંપોહ મચી ગયો હતો. જેમના પરિવારના નામ કમી થયા છે તેજ પરિવારના સભ્ય ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. હાલમાં પણ તેમનું ઉમેદવાર તરીકે સંભવિત નામ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

વાસુ આલાભાઈ ડોરૂએ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી

પ્રાપ્ત વિગત અનુસાર, ખંભાળીયા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં વર્ષોથી કાયમી વસવાટ કરતા વાસુ આલાભાઈ ડોરૂએ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ નંબર ચારમાં વર્ષોથી વસવાટ કરે છે અને ત્યાંજ મતદાન કરે છે. ગત ટર્મ 2015માં રજૂઆત કરી હતી. ત્યારે અરજદારના માતા અનુસૂચિત જાતિની મહિલા અનામત સીટ પરથી ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા.

સરનામાના પુરાવા માટે ખોટુ લાઈટ બિલ રજૂ કરવામાં આવ્યું

આ વખતે યોજાનારી ચૂંટણી માટે પણ અરજદાર તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પરિવારના તમામ 6 સભ્યોના નામ હતા, પરંતુ બાદમાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે પરિવારના ત્રણ સભ્યોના નામ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાંથી કમી કરીને શક્તિનગર ગ્રામ પંચાયતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નામ ટ્રાન્સફર કરવાની અરજી ઓનલાઇન કરવામાં આવી હતી. સરનામાના પુરાવા માટે ખોટુ લાઈટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેથી કોણે આ ઓનલાઇન અરજી કરી છે તે અંગે તપાસ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા તથા તે નામ પરત નગરપાલિકાની મતદાર યાદીમાં સમાવિષ્ટ ન થાય ત્યાં સુધી ચૂંટણી મુલતવી રાખવા માટે પણ અરજદારે જિલ્લા ચૂંટણી અધિકારી અને ખંભાળિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details