ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ એક વ્યક્તિના તાર સલાયા સુઘી પહોંચ્યા - ડ્રગ્સનું કનેક્શન સલાયામાં

દ્વારકા જિલ્લામાંથી પકડાયેલ ડ્રગ્સના મામલાએ વધુ આગ પકડી છે અને તેની લપેટો સલાયા સુધી પહોંચી છે. આજ રોજ પકડાયેલા દ્વારકામાં ડ્રગ્સ (Dwarka drugs case)નું કનેક્શન સલાયામાં હોય એવું જાણવા મળ્યું છે.

દ્વારકામાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ એક વ્યક્તિના તાર સલાયા સુઘી પહોંચ્યા
દ્વારકામાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ એક વ્યક્તિના તાર સલાયા સુઘી પહોંચ્યા

By

Published : Nov 10, 2021, 3:47 PM IST

  • દ્વારકામાં ઝડપાયેલ ડ્રગ્સ કેસ કનેક્શન
  • ડ્રગ્સ સાથે ઝડપાયેલ વ્યક્તિના તાર સલાયા સુઘી પહોંચ્યા
  • દ્વારકામાં ડ્રગ્સનું કનેક્શન સલાયામાં હોય એવું જાણવા મળ્યું

દેવભૂમી દ્વારકા: આજ રોજ પકડાયેલા ડ્રગ્સ (Dwarka drugs case)ના મોટા જથ્થા સાથે એક વયિકત પણ ઝડપાયો હતો, ત્યારબાદ તેના તાર સલાયા (Dwarka drugs case reached Salaya) ગામે પહોંચ્યા છે. સલાયા ભૂતકાળથી જ એક દાણચોરી અને ગેરકાયદેસરની ચીસ વસ્તુઓનું મોટું ઘર રહી ચૂક્યું છે. સલાયા ગામે કસ્ટમ રોડ પર આવેલ આમીન મંઝિલ નામના ઘર પર મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતર્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં આ કડિ સલાયાના આમીન મંઝિલ સુધી પહોંચી છે.

દ્વારકામાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયેલ એક વ્યક્તિના તાર સલાયા સુઘી પહોંચ્યા
પોલીસ કાફલો આમીન મંઝિલની તપાસ કરી રહ્યોસલાયાના વતની અને ભૂતકાળમાં પણ ડ્રગકાંડમાં સામેલ રહેલ સલિમ કરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ભૂતકાળમાં પણ સલીમ કરાના ઘરમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી ચૂકેલું છે એ વાતને ધ્યાનમાં લઇ પોલીસ કાફલો આમીન મંઝિલની તપાસ કરી રહ્યો છે. આ ભૂતકાળની અસરના લીધે જ આમીન મંઝિલમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવે સૂત્રો પાસેથી એવી ખાતરી મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details