- કલ્યાણપુર તાલુકાના ભોપલકાની સીમમાં કુંજપક્ષીના શિકાર મામલે 4 ઝડપાયા
- પક્ષીને પાવડો મારીને કોથળામાં પૂરી દીધું હતું
- રાત્રે તેને શેકીને ખાઈ જવાની તૈયારી હતી
- આ ઘટના બને તે પહેલાં જ વનતંત્રએ 4ને ઝડપી પડ્યા
દ્વારકાના ભોપાલકાની સિમમાં વનવિભાગ દ્વારા કુંજનો શિકાર કરતી ટોળકીને ઝડપાઇ - Devbhoomi-Dwarka
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની સીમમાં યાયાવર પક્ષી કુંજના શિકારના કેસમાં વન વિભાગે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઘાયલ સ્થિતિમાં મળેલા કુંજને પાવડો મારીને કોથળામાં પૂરી દીધું હતું અને પછી રાત્રે તેને શેકીને ખાઈ જવાની ફિરાકમાં હતા, જો કે એ પહેલા વનતંત્રે તે લોકોને ઝડપી લીધા હતા.
![દ્વારકાના ભોપાલકાની સિમમાં વનવિભાગ દ્વારા કુંજનો શિકાર કરતી ટોળકીને ઝડપાઇ Devbhoomi-Dwarka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10339697-929-10339697-1611323991898.jpg)
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામની સીમ વિસ્તારમાં કાનુભા ભીખુભા જાડેજા પોતાની વાડીમાં યાયાવર પક્ષી કુંજનો શિકાર કરી અને શેકીને ખાઈ જવાની ફિરાકમાં હતા પણ આ ઘટના બને તે પહેલાં જ વનતંત્રએ 4 ને ઝડપી પડ્યા. શિકાર કરવાના કેસમાં પ્રવીણસિંહ ગંભીરસિંહ જાડેજા, માલદે કારું કારિયા, મહાવીરસિંહ અખુભા અને જીતેન્દ્રસિંહ જાડેજાને વન તંત્રના અધિકારી પમપાણિયા તેમજ એસ.જે. વંદાએ ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. કુંજ પક્ષી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી આરક્ષિત હોવાથી આ કાર્યવાહી કરાઈ હતી. કુંજ પક્ષી આ લોકોને ઘાયલ અવસ્થામાં મળતા પાવડો મારીને કોથળામાં પૂરી દીધું હતું અને રાત્રે મિજબાની માણવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. જો કે, એ પહેલા જ વન વિભાગે તેમને પકડી ઝડપી લીધા હતા.