પાંચ થી પંદર દિવસનો લાંબો પ્રવાસ કરીને અનેક શ્રધ્ધાળુઓ પગપાળ દ્વારકા પહોંચે છે. નાના નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધો પણ આ યાત્રામાં જોડાય છે. જામનગર, રાજકોટ, ચોટીલા,મોરબી,અમદાવાદ, વડોદરા, મહેસાણા, કચ્છ અને ગુજરાત બહારના અનેક યાત્રાળુઓ હોશે હોશે દ્વારકા પહોંચે છે. યાત્રાળુઓ માટે રસ્તામાં અનેક સમાજ સેવી સંસ્થાઓ દ્વારા ચા,જમવાનું અને બીમાર પડે તો આરોગ્યના ફ્રી ઓફ કેમ્પ રાખવામાં આવે છે.યાત્રાળુઓની આવી નિસ્વાર્થ સેવા કરતા અનેક લોકો દર વર્ષે અહીં આવે છે.
દેવભૂમિ દ્વારકામાં હોળીની ઉજવણી - holi
દેવભૂમિ દ્વારકાઃ ફૂલડોલ ઉત્સવ ખૂબ જ ધામ ધૂમથી મનાવવામાં આવે છે. જગત મંદિરના પૂજારીઓ દ્વારા દ્વારકાધીશને હોળી ફૂલડોલ ઉત્સવમાં વિશેષ આભૂષણથી સુશોભિત કરીને અબીલ ગુલાલના રંગો દ્વારા હોળી મનાવે છે. યાત્રાળુઓ દ્વારકાધિશ સાથે હોળી ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે દૂર દૂરથી પગે ચાલીને પણ આવે છે.
દેવભૂમિ દ્વારકામાં હોળીની ઉજવણી
હોળી ફૂલડોલ ઉત્સવ મનાવવા આવતા સંઘો પગપાળા અહી આવતા હોય છે. તેઓ અનેક દિવસોથી પગપાળા દ્વારકા આવે છે. તેઓને રસ્તામાં કોઈ જાતની તકલીફ પડતી નથી, જેમ જેમ દ્વારકા નજીક આવતું જાય તેમ તેમ તેઓને વધુને વધુ જોશ અને આનંદ આવે છે. પગપાળા આવતા યાત્રાળુઓ રસ્તામાં ભગવાનના ગુણ ગાતા ગાતા અને આનંદ કરતા કરતા આવે છે.