ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ભારે વરસાદ, ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડતા ભાણવડના તમામ ડેમ ઓવરફ્લો - ડેમ ઓવરફ્લો

જિલ્લાના ભાણવડમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ વરસતા ભાણવડનો ડેમ ઓવરફ્લો થયો હતો.

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ભારે વરસાદ
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ભારે વરસાદ

By

Published : Aug 5, 2020, 1:12 AM IST

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ભાણવડમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ વરસતા ભાણવડનો ડેમ ઓવરફ્લો થયો હતો.

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ભારે વરસાદ

જિલ્લામાં બીજા રાઉન્ડમાં થયેલા ભારે ધોધમાર વરસાદથી ચારે તરફ પાણીની રેલમછેલ થઈ હતી. ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદથી તાલુકાના તમામ મહત્ત્વના 7 ડેમ પાણીથી છલોછલ ભરાઈ અને ઓવરફ્લો થયા હતાં. આ તમામ ડેમ ઓવરફ્લો થયા હતાં.

(૧) વાનાવડના મીણાસર ડેમ,
(ર) વેરાડના વેરાડી-૧,
(૩) સઈ દેવળિયાના વેરાડી-ર,
(૪) મોરઝરના વર્તુ-૧,
(પ) જામ૫રના સોનમતી ડેમ
(૬) કબરકાના કબરકા ડેમ
(૭) વર્તુ-ર ડેમ

ભાણવડમાં બીજા રાઉન્ડમાં સારા વરસાદથી તાલુકાની પીવાની પાણીની સમસ્યા પણ હલ થઇ છે અને લોકો સહિત અને ખેડૂતમાં ખુશી જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details