દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાની સરકારી અને ખાનગી શાળા કોલેજમાં જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના પગલે રજા જાહેર કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન જિલ્લાના ત્રણ તાલુકામાં 6 થી 9 ઈંચ વરસાદ પડતા ભાણવડનો વર્તુ-2 ડેમ ઓવરફ્લો થયો છે. વર્તુ-2 ડેમ પોરબંદરના 12 અને દ્વારકા જિલ્લાના 8 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત વધતા 13 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
દેવભુમી દ્વારકાના ત્રણ તાલુકાઓ ભારે વરસાદથી જળબંબાકાર
દેવભુમી દ્વારકાઃ જિલ્લાના ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ધુવાધાર બેટીગ કરતા સર્વત્ર પાણી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે જિલ્લાની શાળ-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
Devbhumi Dwarka news
જિલ્લાના ઈશ્વરીયા, રાવલ, ઝારેરા, પરવાળા સહિતના ગામોને નદીના પટ પર અવર જવર ન કરવાની સૂચના અપાઈ છે. આ સાથે જ રાવલમા NDRFની ટીમે 50 લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે. ભાણવડના 27 ગામોને પીવાનું પાણી પુરુ પાડતો ડેમ ઓવરફ્લો થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.