દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં વધુ વરસાદ પડતા 2 ડેમના 20 દરવાજા 6 ફૂટ ખોલતા જામરાવલ બેટમાં ફેરવાયું હતું. ડેમના ધસમસતા પૂરે જામરાવલ ગામમાં જાણે નદીઓ વહેતી થઈ હતી. જો કે, સૌથી વધુ વરસાદ જિલ્લા મુખ્ય મથક ખંભાળિયામાં પડ્યો હતો.
- ખંભાળિયા : 8.6. ઇંચ
- ભાણવડ : 7.52 ઇંચ
- કલ્યાણપુર : 6.92 ઇંચ
- દ્વારકા : 1.00 ઇંચ